________________
સામર્થ્યને અનુરૂપ એ ત્રણેય વિદ્ગોને સારી રીતે ધારણ કરતા હોય છે. તેમના સમ્યગ્દર્શનના પરિણામને જણાવનારાં શુક્રૂષા, ધર્મરાગ અને ગુરુદેવાદિની પૂજા : આ ત્રણ લિડ્યો છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૫-૧ાા.
SAXARE શુક્રૂષાનું સ્વરૂપ વર્ણવાય છેभोगिकिन्नरगेयादिविषयाधिक्यमीयुषी। शुश्रूषाऽस्य न सुप्तेशकथार्थविषयोपमा ॥१५-२॥
“ભોગી જનને, કિન્નરોએ ગાયેલા ગીત વગેરેને સાંભળવામાં જે રસ પડે છે, તેનાથી અત્યધિક રસવાળી આ(સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મશ્રવણની ઈચ્છા) શુશ્રુષા હોય છે. પરંતુ સૂતેલા રાજાની થાશ્રવણની ઈચ્છા જેવી તે હોતી નથી.”-આ પ્રમાણે બીજા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે યુવાન છે, સંગીતકલામાં વિચક્ષણ છે અને મનોહર એવી સ્ત્રીના સાનિધ્યવાળો ભોગી છે; તે અહીં ભોગી તરીકે વિવક્ષિત છે. સામાન્યથી બાળક કે વૃદ્ધ વગેરેને તેમ જ મૂર્ખ કે અજ્ઞાનીને અને દુઃખથી વ્યગ્ર માણસને, કિન્નરોનાં પણ ગીતગાનાદિમાં રસ પડતો નથી. તેથી અહીં ઉપર જણાવ્યા મુજબના ભોગીવિશેષનું ગ્રહણ કર્યું છે. આવા ભોગી જનોને પણ સામાન્ય કોટિના ગાયક વગેરેનાં ગીતગાનાદિમાં રસ પડતો નથી. તેથી અહીં ગાયકવિશેષ કિન્નરનું ગ્રહણ કર્યું છે. જન્મથી જ
DEEDED BEEN, GSCSC/SC/SSC/SgDZEGE
GES/ST/SC/ST/SONGS