________________
“યત્કિંચિદ્ વેદપ્રામાણ્યના અભ્યપગમનો લક્ષણમાં નિવેશ કરાય તો કાગડાના જન્મની પૂર્વે અને પછીના બ્રાહ્મણના બન્ને જન્મોના અંતરાલમાં કાગડાના શરીરસંબંધના ધ્વંસ અને પ્રાગભાવને આશ્રયીને અતિવ્યામિ આવશે.”-આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે પૂર્વે જે રીતે અલક્ષ્ય માનીને તેમ જ ભવિષ્યમાં વેદપ્રામાયનો સ્વીકાર કરશે એટલે લક્ષણ સમન્વય થશે-એમ કહીને અવ્યામિનું નિવારણ કર્યું હતું તે રીતે તો અલક્ષ્યમાં પણ લક્ષણસમન્વય થવાથી અતિવ્યામિ આવશે.
યત્કિંચિ–ગમે તે વેદપ્રામાણ્યના અભ્યપગમના નિવેશથી; કાગડાના પૂર્વેનો અને પછીનો જે બ્રાહ્મણનો જન્મ છે, તે જન્મના શરીરને ગ્રહણ કરવા પૂર્વેની અંતરાલવચ્ચેની અવસ્થાને લઈને શિષ્ટલક્ષણમાં અતિવ્યામિ આવે છે. કારણ કે અપકુટજ્ઞાનાવચ્છેદક કાગડાના શરીરના સંબંધના ધ્વસ અને પ્રાગભાવને લઈને ત્યાં લક્ષણ સદ્ગત થાય છે.
આશય એ છે કે જે બ્રાહ્મણ મરીને કાગડો થયો અને ત્યાર બાદ મરીને બ્રાહ્મણ થવાનો છે, તે કાગડાના મરણ પછી; જે ઉત્તર ભવ સ્વરૂપ બ્રાહ્મણનો ભવ થવાનો છે, તે બ્રાહ્મણના શરીરને હજુ ગ્રહણ કર્યું નથી ત્યાં સુધીની અંતરાલદશામાં ઉત્તરકાળના બ્રાહ્મણના ભવસંબંધી વેદપ્રામાણ્યના અભ્યપગમસમાનકાલીન જે કાગડાના
GENESIDEBDિGET BE
DEEDED]D]D]D]DF\D