________________
પરિશીલનની પૂર્વે...
અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ બત્રીશીમાં સમ્યગ્દષ્ટિ આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવાદિની પૂજા : આ લિ દ્વારા થોડું વિસ્તારથી સમ્યગ્દષ્ટિ આત્માનું સ્વરૂપ વર્ણવીને તેમની કેટલીક બીજી વિશેષતાઓનું વર્ણન કર્યું છે.
બોધિસત્વ, પરાર્થરસિકતા, બુદ્ધિમત્તા, માર્ગગામિતા, મહાન આશય, ગુણરાગ અને શ્રી તીર્થંકરનામર્મના ઉપાર્જનનું કારણ શ્રેષ્ઠ સમ્યગ્દર્શન.. વગેરે વિશેષતાઓને ધારણ કરનારા એ તારક આત્માઓ શિષ્ટ હોય છે.
અન્યદર્શનકારોની માન્યતા મુજબનું શિષ્ટત્વનું નિરૂપણ કઈ રીતે અસગત છે, તે બત્રીશીના ઉત્તરાર્ધથી જણાવ્યું છે. દાર્શનિક પરિભાષાને નહિ જાણનારા જિજ્ઞાસુઓને એ સમજવાનું ઘણું અઘરું છે. વિસ્તારથી વર્ણવેલી એ વાતનો સારાંશ એ છે કે જેમના અંશતઃ પણ રાગ, દ્વેષ અને મોહાદિ દોષો ક્ષય પામ્યા છે, તેઓ શિષ્ટ પુરુષો છે. માત્ર વેદને પ્રમાણ માનવાથી શિષ્ટત્વ આવતું નથી-એ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે વર્ણવી છે. જેઓએ ગ્રહણશિક્ષા (માર્ગનું પરિજ્ઞાન) અને આસેવનશિક્ષા(માર્ગનું પરિશુદ્ધ આચરણ) પ્રાપ્ત કરી લીધી છે, તેવા જીવોને સામાન્ય રીતે શિષ્ટ કહેવાય છે. એમાં પ્રયોજક તરીકે ઉપર જણાવ્યા મુજબ અંશત: પણ દોષક્ષય
છે.
મિથ્યાત્વમોહનીયર્મના વિપાકને અનુભવનારા શિષ્ટ નથી. પરંતુ સમ્યગ્દષ્ટિ આત્માઓએ ગ્રંથિનો ભેદ કર્યો હોવાથી તેઓમાં જ શિષ્ટત્વ સદ્ગત છે. અન્યદર્શનકારો જેને શિષ્ટ તરીકે વર્ણવી રહ્યા છે, તેમાં વાસ્તવિક રીતે શિષ્ટત્વ નથી.