________________
રીતે બન્ને શુશ્રષામાં તુચ્છત્વ અને મહત્ત્વના કારણે ઘણું અંતર છે.
સમ્યગ્દષ્ટિ આત્માને સદ્ધર્મશ્રવણની જે ઈચ્છા હોય છે તે; સૂતેલા રાજાજીને ક્યા સાંભળવાની જે ઈચ્છા હોય છે તેના જેવી હોતી નથી. રાજાની તે ઈચ્છા અત્યંત મુગ્ધ જનની ઈચ્છા જેવી ઈચ્છા છે. કથાર્થશ્રવણનો
અભિપ્રાય હોવા છતાં તે સંમુગ્ધજનોચિત છે. આવી ઈચ્છાથી કરેલા કથાર્થશ્રવણથી અસંબદ્ધ તે તે પદાર્થનું આંશિકજ્ઞાન થાય છે અને તેથી તે તે જ્ઞાનનો અંશ દોઢ ડહાપણનું કારણ બને છે. સમકિતી આત્માને એવી શુશ્રુષા હોતી નથી. જેથી શ્રવણ દ્વારા પ્રાપ્ત થતો અગાધ બોધ વિદગ્ધતાનું બીજ બને છે. સંમુગ્ધપણે થાઈશ્રવણાભિપ્રાય રાજાજનો હોવાથી એ શ્રવણાભિપ્રાય સુસેશથાર્થસંબંધી (વિષયવાળો) છે-એ સ્પષ્ટ છે. ૧૫-રા.
BRUAR ભોગી જનોની ગેયાદિશ્રવણની અપેક્ષાએ સદ્ધર્મશ્રવણની ઈચ્છામાં આધિક્ય કેમ છે-તે જણાવાય છે
अप्राप्ते भगवद्वाक्ये, धावत्यस्य मनो यथा । विशेषदर्शिनोऽर्थेषु, प्राप्तपूर्वेषु नो तथा ॥१५-३॥
“ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં પૂર્વે નહિ સાંભળેલાં એવાં વાક્યોને વિશે સમ્યગ્દષ્ટિનું મન જેવું દોડે છે, તેવું વિશેષદર્શી એવા તેનું મન પૂર્વે પ્રાપ્ત કરેલા(પરિચિત)
GEN DE D| DG D]S|D]D]
BENE|D]BE/DB\BDિ