________________
કારણ
છે કે આક્ષેપણીકથાથી આવર્જિત થયેલા જીવો સમ્યક્ત્વના ભાજન બને છે. અર્થાત્ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. કે કોઈ પણ જાતનો તેવો પ્રતિબંધ ન હોય તો તત્ત્વની પ્રત્યે થયેલા આવર્ઝનથી મિથ્યાત્વ મોહનીય-કર્મનો ક્ષયોપશમ થાય છે. અનાદિકાળથી મિથ્યાત્વાદિના કારણે તત્ત્વ પ્રત્યે ખૂબ જ અરુચિ હતી. આક્ષેપણીકથાના શ્રવણથી તત્ત્વ પ્રત્યે શ્રોતાઓ આવર્જિત બને છે. તેથી મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે, જે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ બને છે.
આક્ષેપણીકથાના બદલે સૌથી પ્રથમ વિક્ષેપણી કથા કરવામાં આવે તો કોઈ વાર તેનાથી ફળ પ્રાપ્ત થાય છે અને કોઈ વાર નથી પણ થતું. આથી સ્પષ્ટ છે કે સમ્યકત્વપ્રાપ્તિ સ્વરૂપ ફળની પ્રત્યે વિક્ષેપણીકથામાં ભજના છે. કારણ કે વિક્ષેપણીકથાનું શ્રવણ કરવાથી સંવેગ-નિર્વેદનો પરિણામ થાય જ એવો નિયમ નથી. જીવવિશેષની યોગ્યતાએ કોઈ વાર વિક્ષેપણીકથાના શ્રવણથી કોઈને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ કોઈ વાર જડબુદ્ધિવાળા અભિનિવેશી શ્રોતાને સમ્યગ્દર્શનની તો પ્રાપ્તિ થતી નથી. પરંતુ ગાઢતર એવા મિથ્યાત્વને તે પ્રાપ્ત કરે છે. શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં એ અંગે જણાવ્યું છે કે
‘“આક્ષેપણીકથાથી આક્ષિપ્ત જીવો સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે.
વિક્ષેપણીકથાથી એ અંગે ભજના છે. અર્થાત્ કોઈ વાર એ
冷凍可 #JUL
૩૬
紅可 紅可