SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દૂષણ બતાવતી વખતે તેને અરુચિ થવાનો સંભવ છે. તેથી ધાર્યું પરિરૂમ લાવવા માટે શ્રોતા કેટલો મધ્યસ્થ છે તે જાણી લેવું જોઈએ. ધર્મબિંદુમાં આ અંગેના ઉચિત વિધિનું વર્ણન છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી તે જાણી લેવું... કહેવાનો પાશય એટલો જ છે કે શ્રોતા માર્ગવિમુખ બને નહિ : એનો પૂરતો ખ્યાલ રાખી પરસમયમાં દૂષણ જણાવવા વિક્ષેપણીકથા કરવી જોઈએ. ।।૯-૧૨૫ હવે ત્રીજી ધર્મકથાનું વર્ણન કરાય છે मता संवेजनी स्वान्यदेहेहप्रेत्यगोचरा । यया संवेज्यते श्रोता विपाकविरसत्वतः ॥ ९-१३॥ “જે કથા વડે તેમાં વર્ણવેલા વિપાકની વિરસતાને લઈને શ્રોતાને સંવેગની પ્રાપ્તિ થાય છે તે સંવેજનીકથા; સ્વશરીર, પરશરીર, આ લોક અને પરલોક : આ વિષયોને આશ્રયીને ચાર પ્રકારની વર્ણવી છે.'’-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સ્વશરીર, પરશરીર, આ લોક અને પરલોકની અસારતાદિનું વર્ણન કરનારી કથાના શ્રવણથી શ્રોતાને વિપાકની વિરતાની પ્રતીતિ થાય છે, જેથી શ્રોતા સંવેગ(મોક્ષનો અભિલાષ)ને પ્રાપ્ત કરે છે. આ સંવેગને પ્રાપ્ત કરાવનારી કથાને ‘સંવેજની’ કથા કહેવાય છે. સ્વશરીર, પરશરીરાદિ વિષયના ભેદથી તે DESIBEE ZXUAL - ૨૫ DDDDDDD IUZdAGA
SR No.023214
Book TitleKatha Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy