________________
નિષ્ફળ કઈ રીતે જાય ?'’-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય એવો છે. આક્ષેપણી થામાં વર્ણવાતા આચારાદિના શ્રવણથી શ્રોતા ચિત્રમાં આલેખિત મૂર્તિની જેમ સ્થિર થઈ જાય છે. જેમાં રસ પડે તેમાં આવી સ્થિરતા દુનિયામાં પ્રસિદ્ધ છે. અર્થ અને કામની કથામાં કંઈકેટલીય વાર આપણને અનુભવવા મળતી એ સ્થિતિ સર્વજનપ્રસિદ્ધ છે. પરંતુ ધર્મકથાના શ્રવણથી એવી ચિત્રસ્થતા ચિદ્ અનુભવાતી હોય છે. અર્થકામની થામાં કલાકો વીતી જાય તો ય સમયનું ભાન રહેતું નથી. ધર્મકથામાં એવી સ્થિતિ આક્ષેપણીકથાથી થતી હોય છે.
બુદ્ધિમાન પુરુષોની વાણીની એ વિશેષતા છે કે તેના શ્રવણથી શ્રોતા તેમાં તન્મય બની જાય છે. શ્રોતાની રુચિને અનુકૂળ વાણીના પ્રયોગથી શ્રોતાના હૈયાને વીંધવાની અદ્ભુત કલા બુદ્ધિમાનોને વરેલી હોય છે. દેવતાસંબંધી મૂકેલું અસ્ર જેમ લક્ષ્યને વીંધ્યા વિના રહેતું નથી તેમ બુદ્ધિમાનોની વાણી પણ શ્રોતાઓના હૈયાને વીંધ્યા વિના રહેતી નથી. શ્રોતાની રુચિ, એને નડતા રાગાદિ દોષો, તેનાથી મુક્ત બનાવવાના અવન્ધ્ય ઉપાયો વગેરેનો પૂર્ણ ખ્યાલ બુદ્ધિમાનને હોય છે અને મર્મસ્થાન ઉપર ઘા કરવાની અનન્યસાધારણ પ્રતિભા બુદ્ધિમાન એવા ધર્મકથિકને પ્રામ થાય છે. તેથી ધર્મકથા કરવાનો એકમાત્ર અધિકાર બુદ્ધિમાનને હોય છે. તેમને છોડીને બીજાઓ જો ધર્મકથા
ELESED DES /////
૧૨
EEDS CELEB
D:\I]