________________
ચિત્ત; અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા પરમતારક ધર્મને અભિમુખ થતું હોય છે. અન્યથા પરમતારક ધર્મના આચારમાં અનુપયોગાદિના કારણે કોઈ દોષ થઈ જવાનો પૂર્ણ સંભવ હોય અને ત્યારે તેની શુદ્ધિનો કોઈ ઉપાય જાણવા ન મળે તો શ્રોતાનું ચિત્ત; પરમતારક ધર્મથી વિમુખ થઈ જાય. તેથી આ વ્યવહારકથા પણ એક આક્ષેપણીકથા છે-એ સમજી શકાય છે.
ત્રીજી આક્ષેપણીકથા પ્રજ્ઞપ્તિના કારણે થાય છે. આપણે શ્રોતાને જે આચારાદિ સમજાવતા હોઈએ ત્યારે શ્રોતાને કોઈ અર્થમાં સંશય થાય તો તેને દૂર કરવા માટે સૌમ્ય ! વત્સ ! ઈત્યાદિ મધુર વચનોના પ્રયોગપૂર્વક તે તે ચોક્કસ અર્થને જણાવવાનું જે કથામાં બને છે તે કથાને પ્રજ્ઞમિથી થયેલી આક્ષેપણીકથા કહેવાય છે. વક્તાના વચનની મધુરતાના કારણે શ્રોતાનું ચિત્ત ધર્મ તરફ આકર્ષાય છે. વક્તા અને શ્રોતાના સંવાદથી ગર્ભિત આ કથા પણ શ્રોતાના ચિત્તને આક્ષિમ કરનારી છે. એમાં મુખ્યપણે પદાર્થ કરતાં; પદાર્થનું નિરૂપણ કરનારની મધુર શૈલી કારણ બને છે.
શ્રોતાની અપેક્ષાએ સૂક્ષ્મ જીવાદિ ભાવોનું પ્રતિપાદન જે કથાથી કરાય છે તે ચોથી દૃષ્ટિવાદના કારણે થનારી આક્ષેપણીકથા કહેવાય છે. કેટલાક શ્રોતાઓ સૂક્ષ્મપદાર્થને જાણવાની રુચિ ધરાવતા હોય છે. તેમની તે રુચિને અનુરૂપ
tu K
૧૦
ENCES WERE WE] L/X]