________________
મૌનીન્દ્રના પ્રવચનમાં હિંસાદિનો સંભવ હોવાથી જ્ઞાની ગુરુભગવંતોના ઉપદેશશ્રવણથી તેમ જ તેઓશ્રીની પ્રત્યે વિનય આચરવાદિથી હિંસાદિથી નિવૃત્ત થવાનું પણ શક્ય બને છે. પૂ. ગુરુદેવશ્રીને જોતાંની સાથે ઊભા થવું, તેઓશ્રી આવે ત્યારે લેવા માટે સામે જવું, તેઓશ્રીને બેસવા માટે આસન આપવું... વગેરે અભ્યત્થાનાદિ વિનય છે. આ અંગે શાસ્ત્રમાં જણાવ્યું છે કે
અભ્યત્થાન, વિનય, ધર્મમાં પરાક્રમ અને સાધુ મહાત્માઓની સેવાથી સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિનો લાભ થાય છે.
જ્ઞાની ગુરુભગવંતોના ઉપદેશાદિથી સોપકમ-અપવર્તનીય (અનિકાચિત) એવા ચારિત્રમોહનીયસ્વરૂપ પાપકર્મનો નાશ થવાથી હિંસાદિથી નિવૃત્તિ શક્ય બને છે. ચારિત્રમોહનીયકર્મના ઉદયથી અવિરતિ હોય છે. ચારિત્રમોહનીયકર્મના તાદશ નાશથી વિરતિ પ્રાપ્ત થાય છે. ચારિત્રમોહનીયકર્મના નાશ માટે પૂ. ગુરુભગવંતોના પરમતારક ઉપદેશનું શ્રવણ, અભ્યત્થાનાદિ વિનય અને સંયમમાં પુરુષાર્થ વગેરે પ્રબળ સાધનો છે. ચારિત્રમોહનીયકર્મ નિકાચિત ન હોય તો તેની સ્થિતિ અને રસનું અપવર્તન તે સાધનોથી થાય છે અને તેથી તે પાપકર્મનો નાશ થવાથી હિંસાદિના પરિણામથી નિવૃત્તિની પ્રાપ્તિ થતી હોય છે. હિંસાદિની પ્રવૃત્તિનો અભાવ અને તેના પરિણામનો અભાવ : એ બંન્નેમાં ઘણો ફરક છે. ચારિત્રમોહનીયકર્મના નાશ વિના પણ હિંસાદિની પ્રવૃત્તિ અટકી શકે છે. પરંતુ હિંસાદિના પરિણામની નિવૃત્તિ તો ચારિત્રમોહનીયર્મના નાશ વિના શક્ય નથી. એ કર્મના નાશથી “આને હું હણું-આવા 388888888888888888