________________
(તત્ત્વપ્રતિપત્તિસ્વરૂપ પરિણતિમાં) પરિણાવવાનું સામર્થ્ય વાદમાં છે. જે વાદ જિજ્ઞાસારહિત છે તેનાથી ઉન્માર્ગ ઉત્પન્ન થાય છે. બૌદ્ધાદિ દર્શનો એનું પ્રગટ ઉદાહરણ છે. વર્તમાનમાં વાદ શબ્દ લગભગ વિવાદમાં પ્રસિદ્ધ છે. પરંતુ વસ્તુસ્થિતિ એવી નથી. એ વાત સમજવા માટે આ બત્રીશીનું અધ્યયન ઉપયોગી બનશે.
વાદ-વિવાદથી દૂર રહેનારાઓએ આ દ્વાત્રિશિકાનું અધ્યયન સારી રીતે કરી લેવું જોઈએ. પારમાર્થિક અર્થના તલસ્પર્શી જ્ઞાન માટેના એકમાત્ર સાધનની ઉપેક્ષા કરવાથી અજ્ઞાનને કઈ રીતે દૂર કરાશે ? વાદનો ભય રાખવાની આવશ્યકતા નથી. ખરેખર તો ભય જિજ્ઞાસાના અભાવનો રાખવાનો છે. જિજ્ઞાસાના અભાવે વાદ વિવાદમાં પરિણમે છે. જિજ્ઞાસા હોય તો વિવાદનો સંભવ જ નથી. ઉપરથી પૂર્વમાં ઉદ્ભવેલા સઘળા ય વિવાદો શાંત થાય છે. ૮-૧૧,
ત્રણ પ્રકારના વાદમાંના પ્રથમ શુષ્કવાદનું નિરૂપણ કરાય
परानर्थो लघुत्वं वा विजये च पराजये । यत्रोक्तौ सह दुष्टेन शुष्कवादः स कीर्तितः ॥८-२॥
દુર એવા પ્રતિવાદીની સાથે જે વાદ કરાય ત્યારે વાદમાં વિજય થાય તો પ્રતિવાદીને અનર્થ થાય અને પરાજય થાય તો શાસનની લઘુતા થાય, એ વાદને શુષ્કવાદ' કહેવાય છે.આ 33523533553339335€