________________
અપ્રામાણ્યની શંકા પડે તેમ પ્રમાણલક્ષણમાં પણ એવી શંકા પડી શકે છે. પોતાની મેળે સ્વરસથી પ્રમાણલક્ષણને વિશે આ લક્ષણ પ્રમાણ હશે કે નહિ-આવી શંકાને ઉત્પન્ન થતી રોકનાર કોઈ નથી. આમ થવાથી પ્રમાણના અપ્રામાણ્યની પણ શંકા થવાના કારણે લક્ષણનો ઉપયોગ કરવા છતાં અર્થનો સંશય થઈ જ જશે. તેથી પ્રમાણનું લક્ષણ અહીં અર્થના નિશ્ચય માટે નિરુપયોગી છે.
યદ્યપિ પ્રમાણના લક્ષણમાં અપ્રામાણ્યની શંકા થવાનું કોઈ કારણ નથી. તેથી અર્થનો નિશ્ચય ઉપર જણાવ્યા મુજબ થઈ શકે છે. પરંતુ જેમ પ્રમાણલક્ષણમાં અપ્રામાણ્યની શંકા થવામાં હેતુકારણનો અભાવ છે; તેમ પ્રમાણમાં પણ અપ્રામાણ્યની શંકા થવામાં કારણનો અભાવ છે. તેથી તેવી શંકા ન થવાથી અર્થનો નિશ્ચય થઈ શકે છે. એ માટે લક્ષણનો ઉપયોગ કરવાની આવશ્યકતા નથી... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૮-૧૩૫
粉粉粉
પ્રકારાન્તરથી ‘લક્ષણ અનુપયોગી છે' તે જણાવાય છે. આશય એ છે કે અહિંસાદિ સ્વરૂપ ધર્મના સાધનને જણાવનાર પ્રમાણ, બીજા દર્શનકારોના માટે ષષ્ટિતંત્ર વગેરે પોતપોતાનાં શાસ્ત્ર જ છે. તે શાસ્ત્રમાં જે અહિંસાદિ જણાવ્યા છે તે ધર્મસાધનો સર્વદર્શનોના શાસ્ત્રમાં વર્ણવેલાં હોવાથી તે અંગે ક્યારે પણ સંશય થવાનું કોઈ જ કારણ નથી. તેના વિશેષ સ્વરૂપમાં એટલે કે તે
EEEEEE ૩૩ EEEEEE