________________
રીતે ધર્મવાદ લાભનું કારણ બનતો હોવાથી તપસ્વી મહાત્માએ તે જ કરવો જોઈએ પરંતુ શુષ્કવાદ કે વિવાદ કરવો નહિ. એ પણ દેશ વગેરેને બરાબર જાણીને કરવો જોઈએ. અન્યથા ઉચિત દેશાદિ ન હોય તો તે ધર્મવાદ વગેરે કરવો નહિ- એ અપવાદ છે.
‘ધર્મવાદ’ને કરતાં પૂર્વે વાદીએ જોવું જોઈએ કે-ક્યો દેશ છે; કયું નગર છે; કયું ગામ છે; કયો કાળ છે; રાજા કેવો છે; સભ્ય-મધ્યસ્થ કેવા છે અને પ્રતિવાદી કેવો છે : જ્યાં વાદ કરવાનો છે તે દેશ, નગર કે ગામ કુતીર્થિઓની અધિકતાવાળું છે કે અલ્પતાવાળું છે : તેનો વિચાર કરીને તેની(ક્રુતીર્થિઓની) અલ્પતાવાળા દેશાદિમાં ધર્મવાદ કરવો. કાળમાં પણ દુષ્કાળ ચને સુકાળાદિનો વિચાર કરી ઉચિત કાળે જ વાદ કરવો જોઈએ. જ્યાં વાદ કરવાનો છે ત્યાંનો રાજા તત્ત્વનો જાણકાર છે કે નહિ; સભ્ય-મધ્યસ્થ, પક્ષપાતથી રહિત છે કે નહિ; પ્રતિવાદી યોગ્ય છે કે અયોગ્ય છે અને વાદી સ્વયં વાદ કરવા માટે સમર્થ છે કે અસમર્થ છે... ઈત્યાદિનો વિચાર કરીને ધર્મવાદ કરવો જોઈએ. રાજા વગેરે અનુકૂળ ન હોય તો ધર્મવાદ નહિ કરવો જોઈએ. અન્યથા ‘ધર્મવાદ’નું જે પરિણામ આવવું જોઈએ તે નહિ આવે.
ઉપર જણાવ્યા મુજબ દેશકાલાદિનો વિચાર કરી દોષ અને ગુણની અનુક્રમે અલ્પતા અને બહુલતાને જાણીને અપવાદે વિવાદ પણ કરવો, તેમાં કોઈ દોષ નથી. શુષ્કવાદ માત્ર ન કરવો. કારણ કે તેથી કોઈ જ લાભ નથી. ૫૮-૬॥
***
* ૧૨