________________
એવા પાપભીરુ આત્માની સાથે તત્ત્વની બુદ્ધિથી જે વાત થાય છે; તેને ધર્મવાદ કહેવાય છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જેની સાથે વાત કરવાની છે, તે વ્યક્તિ પોતાના શાસ્ત્રની જ્ઞાતા હોવી જોઈએ. જે પણ શાસ્ત્રને તેઓ માનતા હોય, તેના તેઓ જ્ઞાતા હોય તો સામા માણસની વાત સાંભળવાથી પોતાના શાસ્ત્રને દોષથી રહિત અથવા સહિત તેઓ સમજી શકે છે. અન્યથા પોતાના દર્શનમાં દોષ છે કે નહિ-તે તેઓ સમજી શકે નહિ. આવા માણસોની સાથે વાત કરવાથી કોઈ લાભ ન હોવાથી પોતાના શાસ્ત્રના જ્ઞાતાની સાથે વાત કરવાનું અહીં જણાવ્યું છે.
પોતાના શાસ્ત્રના જ્ઞાતા પણ પોતાના દર્શન પ્રત્યે અત્યંત રાગી અને બીજાના દર્શનની પ્રત્યે અત્યંત દ્વેષી ન હોય એવા મધ્યસ્થ હોવા જોઈએ. આવા મધ્યસ્થ આત્માઓને તત્ત્વ સારી રીતે સમજાવી શકાય છે. જ્યાં સુધી તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન ન હોય ત્યાં સુધી સ્વપરદર્શનની પ્રત્યે અનુક્યે રાગ-દ્વેષ તો હોય પરંતુ તે એવા ઉત્કટ ન હોવા જોઈએ કે જેથી તેને લઈને બીજાની વાત પણ આપણે સમજીને સ્વીકારી ના શકીએ ! મધ્યસ્થ આત્માઓને પોતાના અને બીજાના દર્શન પ્રત્યે અનુક્રમે અત્યંત રાગ અને અત્યંત દ્વેષ હોતો નથી. તેથી સ્વશાસ્ત્રના જ્ઞાતા એવા મધ્યસ્થની સાથે વાત કરવી જોઈએ.
સ્વશાસ્ત્રના જ્ઞાતા અને મધ્યસ્થ આત્માઓ પણ પાપના ભીરુ હોવા જોઈએ. જેથી તેઓ કોઈ વાર બીજાની વાત ન 355555555555555555