________________
ઈચ્છાના વિષય સ્વરૂપે બંને સમાન છે.
દુ:ખગર્ભિત વૈરાગ્ય હોવાથી સંસાર પ્રત્યે અનિચ્છા તો થાય. પરન્તુ તે ઉક્ટ કોટિની હોતી નથી. ઈચ્છાના અભાવ સ્વરૂપ એ આત્મપરિણતિને (અનિચ્છાને) ઉત્કટ બનાવવાનું કામ, નૈગુણ્યદૃષ્ટિથી ઉત્પન્ન થનારા દ્વેષથી થાય છે. સંસારસુખમાં(સંસારમાં) બલવદ્ એવા અનિષ્ટની સાધનતાનું જે પ્રતિસન્ધાન (અનુસન્ધાન-સ્મરણાત્મક જ્ઞાનવિશેષ) છે; તેને નિર્ગુણ્યદૃષ્ટિ' કહેવાય છે. આવી દૃષ્ટિના કારણે; તેના (નૈગૃષ્ણદૃષ્ટિના) વિષય ઉપર દ્વેષ જાગે છે. આવા પ્રકારના દ્વેષ વિના વિષયસુખની ઈચ્છાનો અભાવ ઉત્કટ નહિ બને. વિષયજન્ય સુખની અનિચ્છા; પ્રથમ વૈરાગ્ય વખતે સંસારની નિર્ગુણતાના જ્ઞાનના અભાવે ઉત્કટ નથી : એ સ્પષ્ટ છે. તેથી જ આ દુ:ખગર્ભિત વૈરાગ્યના સ્થાને સંસાર પ્રત્યેની અનિચ્છા; મન અને શરીરને ખેદનું કારણ બને છે. એનાથી કોઈ વિશેષ લાભ થતો નથી.
દુ:ખગર્ભિતવૈરાગ્યસ્થળે આમ તો સંસારના વિષયમાં અનિચ્છા-ઈચ્છાનો વિચ્છેદ(વિનાશ) થવાનું કોઈ કારણ નથી. પરંતુ ઈચ્છાનો વિચ્છેદ બે પ્રકારે થાય છે. ઈષ્ટ વસ્તુ મને મળી શકે એમ નથી.'-આવા પ્રકારના અલભ્યવિષયત્વના જ્ઞાનના કારણે ઈચ્છાનો વિચ્છેદ થાય છે તેમ જ વસ્તુ પ્રત્યે દ્વેષ થવાના કારણે પણ તે વસ્તુની ઈચ્છાનો વિનાશ થાય છે. આ બેમાં પહેલો ઈચ્છાવિચ્છેદ દુઃખનું જ કારણ બને છે; કારણ કે ઈષ્ટપ્રાપ્તિના અભાવનું અહીં જ્ઞાન છે. ઈષ્ટ ન મળે એટલે દુઃખ થાય એ સમજી શકાય છે. બીજો દુઃખવિચ્છેદ એવો દુ:ખજનક નથી. કારણ કે તે હેપના કારણે થયો છે. પની વિદ્યમાનતામાં તે વસ્તુની ઈચ્છા ન હોવાથી ઈટાપ્રાપ્તિનો સંભવ જ નથી. જેથી દુઃખ થવાનો પણ સંભવ નથી. સંસારની નિર્ગુણતાનું જ્ઞાન
| (ES INDI DIFE DE ESS ONLINE DIIG DEBITDIED