________________
स्वोचिते तु तदारम्भे निष्ठिते नाविशुद्धिमत् । तदर्थकृतिनिष्ठाभ्यां चतुर्भङ्ग्यां द्वयोर्ग्रहात् ॥६-१७।।
“પોતાના માટે ઉચિત એવો આરંભ કરાયે છતે અને સમાપ્ત કરાવે છતે તેવો સંકલ્પ અવિશુદ્ધ નથી. કારણ કે સાધુ માટે આરંભ અને સમાપ્તિ એ બે પદના કારણે થનારા ચાર ભાગમાં બે ભાગે પિંડ ગ્રહણ કરી શકાય છે. આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે, ગૃહસ્થ પોતાના શરીર અને કુટુંબાદિ માટે રાંધવાની ક્રિયાનો આરંભ કરેલો અને છેલ્લું બળતણ નાંખવાદિની કિયા વડે ભાત વગેરે રંધાઈ જાય. આ રીતે પોતાના અને પોતાના કુટુંબાદિ માટે શરૂ કરીને પૂર્ણ કરેલી રાંધવા વગેરેની ક્રિયા વડે પિંડ તૈયાર થયે છતે પોતાના અને પોતાના કુટુંબ માટેના પિંડથી અતિરિક્ત પિંડ ન હોવાથી ગૃહસ્થ એ વખતે સંકલ્પ કરે છે કે આ અમારા માટે ખાવાનું તૈયાર થઈ ગયું છે. આમાંથી મુનિભગવન્તોને સુપાત્રદાન આપી પોતાના આત્માને કૃતાર્થ કરું' –આવો સંકલ્પ અવિશુદ્ધ નથી અર્થ આવો પિંડ સંકલ્પિત મનાતો નથી. કારણ કે સાધુ માટે આરંભ અને સાધુ માટે નિષ્ઠા (સમાપ્તિ); આ બે પદોથી થતા ચાર ભાગમાં બે ભાગા શુદ્ધ હોવાથી તે સંબન્ધી પિંડ ગ્રાહ્ય બને છે. સાધુ માટે આરંભ અને સાધુ માટે નિષ્ઠા. બીજા માટે આભ અને સાધુ માટે નિષ્ઠા. સાધુ માટે આરંભ અને બીજા માટે નિષ્ઠા. તેમ જ બીજા માટે આરંભ અને બીજા માટે નિષ્ઠા-આ ચાર ભાંગામાં છેલ્લા બે ભાગા શુદ્ધ માનેલા છે. આ પ્રમાણે અન્યત્ર પણ કહ્યું છે કે “સાધુ માટે કરેલું(આરંભેલું) અને સાધુ માટે નિષ્ઠિત( પૂર્ણ કરેલું). - આવી રીતે ચાર ભાગા થાય. એમાંથી છેલ્લા બે શુદ્ધ છે.”
Gિ DIUIDE USES DEPTC