________________
ત્રીજા તત્ત્વસંવેદન’ જ્ઞાનનું સ્વરૂપ વગેરે જણાવાય છેस्वस्थवृत्तेस्तृतीयन्तु सज्ज्ञानावरणव्ययात् । साधोर्विरत्यवच्छिन्नमविघ्नेन फलप्रदम् ॥६-५॥
“અનાકુલવૃત્તિવાળા સાધુમહાત્માને સાનાવરણીયકર્મના વ્યયથી (ક્ષયોપશમથી) પ્રગટ થતું વિરતિથી યુક્ત અને વિના વિને ફળને આપનારું ત્રીજું ‘તત્ત્વસંવેદન’ જ્ઞાન હોય છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ, અનાકુલ છે જેમની એવા સાધુભગવન્તને આ ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન હોય છે. ગૃહસ્થોની પ્રવૃત્તિ સ્વસ્થ નથી હોતી. અનેક જાતની ઉપાધિથી ગૃહસ્થોને સ્વસ્થ રહેવાનું શક્ય બનતું નથી. તેથી તેમને તત્ત્વસંવેદન હોતું નથી. કારણ કે એ જ્ઞાન વિરતિથી યુક્ત હોય છે. સન્ની પ્રવૃત્તિ અને અસહ્ની નિવૃત્તિ સ્વરૂપ વિરતિ પૂ. સાધુભગવન્તોને જ હોય છે. ગૃહસ્થોને એનો સંભવ નથી. વિના વિને ફળનું પ્રદાન તત્ત્વસંવેદનજ્ઞાન કરે છે. આ વાત નવમા અષ્ટકમાં જણાવતાં કહ્યું છે કે “સ્વસ્થવૃત્તિવાળા પ્રશાન્ત અવસ્થાને પામેલા સાધુમહાત્માને હેત્વાદિ ધર્મોનો નિશ્ચય કરાવનારું અને શક્તિ અનુસાર સારી રીતે વિરતિ આદિ ફળને આપનારું જે જ્ઞાન છે, તે તત્ત્વસંવેદન છે.'
આ સર્વવિરતિફળને આપનારું તત્ત્વસંવેદનાત્મક જ્ઞાન સજ્ઞાનાવરણીયકર્મના વ્યયના કારણે પ્રગટ થાય છે. વિરતિ વગેરે
સ્વરૂપ ફળને આપનારું જ્ઞાન સજ્ઞાન છે. તે તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય એ સ્પષ્ટ છે. ત્રણ જ્ઞાનના નિરૂપણમાં મતિજ્ઞાનાદિની અવસ્થા ત્રણનો વિભાગ યાદ રાખવો જોઈએ. જે જ્ઞાન
f] FEBDUDDIN
D
EENDEDIDEDITED