________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન બનાવનાર કઈ નથી, માટે એમાં અનાદિ અનંતકાળમાં કોઈ ફેરફાર નથી થતું. અને ઘડામાં ફેરફાર થાય છે. કારણ કે–એનું કારણુ-કુંભાર–છે. એ એને બનાવે છે, માટે એમાં ફેરફાર થયાં કરે છે. એમ જે (દુઃખમય) સંસારનું કેઈ કારણ ન હોય, તે કાંતે આ સંસાર હાય જ નહિ, અને કાંતે એ સદાકાળ માટે એક જ સ્વરૂપે હોય, એના સ્વરૂપમાં ફેરફાર ન જ થાય. કદાચિત્ સુખ-દુઃખમય રૂપે ન હોય. પણ કાં તે સુખરૂપ જ હોય, અને કાંતે દુઃખમય જ હોવો જોઈએ.
પણ આપણે જોઈએ છીએ કે સંસાર કદાચિત સુખમય અને કદાચિત દુઃખરૂપ છે, એટલે એનું કઈ કારણ પણ છે જ. એનું કારણ છે—કમ
એ કર્મને લીધે જીવને સુખ પણ મળે છે, અને દુઃખ પણ થાય છે. એ દુઃખોથી જીવ જ્યારે કંટાળે છે ત્યારે તેને થાય છે કે “આ દુઃખ મને ન મળે તે સારું. આ દુખમાંથી છૂટું તે સારું.
એમાંથી છૂટીને એ શું ઈચ્છે છે? તે કહે છે કે ત્યાં એ મેક્ષ ઈચ્છે છે. એને મોક્ષની અભિલાષા થાય છે.
કેમ? મેક્ષની ઈચ્છા શા માટે થાય છે. ત્યાં કાંઈ નથી. ત્યાં સ્ત્રી નથી. દીકરા નથી. ખાવાનું નથી. રહેવાનું નથી. વાડી નથી. બંગલા નથી. છતાં ત્યાં જવાનું મન કેમ થાય છે ?
ત્યારે જીવ કહે છે કે ભલે ત્યાં આમાંથી કાંઈ નથી.