________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન નથી. આમ ઘણી જાતનાં વચનો-પ્રવચને છે. પણ જગતના અનાદિકાળના અનંત ભાવેને તેના યથાર્થ સ્વરૂપમાં કહેનાર કેઈ હોય તે તે ભગવંતનું વચન-આગમ જ છે. કારણ કે તે નિર્દોષ છે. - જે વચન દેષવાળું હૈય, તેમાં દરેક ભાવે યથાવસ્થિત રૂપે ન દેખાય. પણ જે વચન નિર્દોષ છે તેમાં દરેક ભાવે યથાવસ્થિતરૂપે શાથી ન દેખાય ?
ત્યારે ભગવાનનું વચન કેમ નિર્દોષ છે? તે ભગવાન સ્વયં નિર્દોષ છે, માટે એમનું વચન પણ નિર્દોષ જ હોય કારણ—આપણું વચન હજી અસત્ય હોઈ શકે, આપણામાં ક્રોધ, મેહ, પ્રપંચ વગેરે દે ભર્યા છે. પણ પ્રભુ મહારાજામાં એ દોષ નથી. માટે એમનું વચન, એમનું પ્રવચન પણ નિર્દોષ જ હેય.
બીજા દર્શનકારને તે કહેવું પડ્યું છે કે पुराणं मानवो धर्मः, साङ्गो वेदश्चिकित्सितम् । आज्ञाग्राह्याणि चत्वारि, न हन्तव्यानि हेतुभिः ।।
પુરાણ છે, વેદ છે, અંગ છે, ચિકિત્સા છે, મનુ સ્મૃતિ છે, નિઘંટુ છે, આ બધાં શા એમ ને એમ-જેમ કહાં છે તેમ–માની લેવા. કેઈ જાતના હેતુથી એનું ખંડન ન કરવું. એમાં કઈ જાતની શંકા ન કરવી.” આને અર્થ એ થયે કેબબાવચન પ્રમાણે.
એમને આવું શા માટે કહેવું પડે છે? તે- “ત્તિ વરચંતા વારિત, નૈવેદ્ વિવાર્યતે” આપણે સમજવું જોઈએ કે