________________
२०
શ્રી નવિસૂત્રનાં પ્રવચને આનંદ થશે, માટે અમને પણ એનું સ્વરૂપ કહે તે ખરાં. ત્યારે કહે છે કે –
जयति जगदेकमङ्गल-मपहतनिःशेषदुरितघनतिमिरम् । रविबिम्बमिव यथास्थित-वस्तुविकाशं जिनेशवचः ।।
જિનેશ્વર મહારાજાનું વચન કહો, પ્રવચન કહે, શાસન કહો કે આગમ કહે, બધું એક જ છે. તે જયવંતું વતે છે અને તેને હું નમસ્કાર કરું છું, કે જેથી મારું કાર્ય સફળ થાય. એ વચન કેવું છે? તે કહે છે કે જગતમાં મહાન મંગલકારી પ્રભુ મહારાજાનું વચન છે. મંગળ તો ઘણાં છે, પણ આ પ્રભુ-વચનરૂપ મંગળ અદ્વિતીય છે, એકાંતિક અને આત્યંતિક છે. એમાં કોઈ દિવસ અવમંગળ હોય જ નહિ.
લૌકિક મંગળ દહીં છે, પણ તે એકાંતે નહિ. તે અમંગળ પણ થાય. તે ખાવાથી અજીર્ણાદિ થાય તે શરીર પણ બગાડે છે. પણ ભગવાનનું વચન તે એકાંતિક મંગળ છે, અને એ વચન આત્યંતિક મંગળ છે. અત્યંતરૂપે-કયારેય એનું મંગળપણું ન હોય એમ નથી. દહીં વગેરે બીજાં મંગળ તે અમુક સમય માટે જ છે. પણ આ તે સદાને માટે આત્યંતિક-મંગળ છે. આવું મંગળસ્વરૂપ પ્રભુ મહારાજાનું વચન જયવંતુ વર્તો.
આ વચન કેવું છે? “પતન રોષતુરિત નતિમિર વિવિ,'-આમાં એને શેની ઉપમા આપી છે? સૂર્યના બિંબની ઉપમા એને આપી છે. જાણે સૂર્યનું બિંબ ન હોય, એવું આ ભગવાનનું વચન છે.