________________
પરિશેષ૨
૨૬૧ પૂજ્યપાદ આચાર્ય ભગવંતના. વ્યાખ્યાનમાંથી ઉદધુત
વચનામૃત –સાધ્વીજી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ. (૧) માનવ અવતાર અને વીતરાગધર્મ પામીને જેણે સિદ્ધાન્તના વચન સાંભળ્યાં નથી, જેણે જગતમાં કઈને ઉપકાર કર્યો નથી, મરણ વખતે જેણે કઈ જીવોને ખમાવ્યા નથી, જેના કષાય અને અહંકાર એાછાં થયાં નથી–તે જીવ શેક કરવા લાયક છે.
(૨) જેણે અનેક જાતના સુકૃત કર્યા છે. જ્ઞાનાભ્યાસ કરનારને જેણે સહાય કરી છે, જેણે પરમાત્માના આગમના વચને શ્રવણ કર્યા છે, અને એ સાંભળી જેના કષાયે ઓછાં થયાં છે, એટલું જ નહિ, પણ જેણે જગતના સર્વ જીવોને ખમાવ્યાં છે,–તે જીવ મરતી વખતે પણ શેક કરવા લાયક નથી.
(૩) વિપત્તિ એટલે અશુભકમને ઉદય. વિપત્તિ આવે ત્યારે અશુભ-કર્મ ભગવાઈ જાય. તેથી દુઃખ ન હોય. જેમ એક લેણદાર થાપણ મૂકીને ગયે હેય, અને આપણા ઘરમાં ઘણી સંપત્તિ હેય, ત્યારે લેણદાર લેવા આવે તેમાં આનંદ જ થાય, દુઃખ ન થાય. એમ વિપત્તિમાં અશુભ કર્મ ભેગવાય છે, ઓછાં થાય છે, એટલે તેમાં પણ આનંદ જ હોય,