SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩, કહે, કસી બીતી ? દિવસે યાદ આવે. એનું નામ સ્મરણ” કહેવાય. એને મૃતિયાદ કહે છે. આમ બે જ્ઞાન છે. ત્યારે સ્મરણ કેવું થાય ? જેને અનુભવ કર્યો હોય એનું જ સ્મરણ થાય. આજે દુધપાક ખાધું હોય તે કાલે એનું મરણ થાય કે કાલે મેં દુધપાક ખાધો હતે. પણ રેટલો ખાધે હોય તે દુધપાક યાદ ન આવે. મુંબઈ ગયે હોય તે પાછાં આવ્યા પછી મુંબઈ યાદ આવે. પણ અમદાવાદ યાદ ન આવે. અને જેણે અનુભવ કર્યો હોય તેને જ યાદ આવે. બીજાને એનું સ્મરણ થાય? ન જ થાય. હવે માતાને બાળક ધાવે, ત્યારે “ધાવવું એ મારાં ઈષ્ટનું સાધન છે, અને એ મારાંથી બની શકે તેમ છે – આ બે કારણ છેવાં જોઈએ. કેમકે માતાનું બીજું કોઈ અંગ બાળક નથી ચાટતે; પણ સ્તનને જ ધાવે છે. એમ કેમ? તે ત્યાં માનવું જ જોઈએ કે “એને આ બે જ્ઞાન છે જ. એ ભલે અવ્યકત હોય, પણ છે એ નક્કી છે.” ત્યારે એ જ્ઞાન એનામાં આવ્યું ક્યાંથી? અત્યારે તે કેઈએ એને શીખવાડ્યું નથી. ત્યારે માનવું પડશે કેપૂર્વભવમાં એણે જન્મ લીધું હતું ને સ્તનપાનને એણે અનુભવ કર્યો હૌં, એનાથી પડેલાં સંસ્કારને લીધે એ અત્યારે એને યાદ આવે છે, માટે એ સ્તનપાન કરે છે. એ રીતે આત્માની સિદ્ધિ થાય છે.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy