________________
૧૫૬
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને - નિશાળમાં અનેક ચિત્રો હશે. હાથીના હશે, ઘેડાના હશે, ઘડાના પણ એમાં હાય. ત્યાં માસ્તર છોકરાને કહે કેઃ ઘડે લાવ. તે એ ત્યાં માટીને ઘડે લાવશે ? ના, એ સાચે ઘડે નહિ લાવે, પણ એ તે ઘડાનું ચિત્ર લાવશે. એ ચિત્રને ય ઘડે કહેવાય. એનું નામ સ્થાપના ઘડો.
માટીના પિંડામાંથી જ્યારે કુંભાર ઘડો બનાવતે હેય, ત્યારે એને પૂછે કે શું બનાવે છે? ત્યાં એ શું કહે? ઘડે બનાવું છું. પણ ત્યાં ઘડે કયાં છે? હજી તે માટીને પિંડે છે. છતાં એને ઘડે કહેવાય છે. કારણ કે- એમાંથી ઘડો બનશે. એનું નામ દ્રવ્ય ઘડો.
અને માટીને ઘડે તૈયાર હેય, એમાં પાણી ભર્યું હોય, અને એ માથે લઈને પનિહારી જતી હોય, તે એને ય ઘડે કહેવાય. એનું નામ ભાવઘડે.
એમ નંદી શબ્દના પણ નિક્ષેપ છે. એનું સ્વરૂપ કઈ રીતે? તે અંગે અધિકાર...