________________
પ્રથમ જ્ઞાન પછી દયા
जय चरे जय चिठे, जयमासे जय सए । जय भुजंतो भासंतो, पावं कम्मं न बंधइ ।।
તું કદાચ ઊભો રહે, કદાચ બેઠે રહે, કદાચ ચાલતે હે, તે ત્યાં તારે શું કરવું? તે તું જયણાપૂર્વક ઊભે રહેજે. જયણાપૂર્વક બેસજે. ક્યાંય જીવવિરાધના ન થાય તે જેજે. ઈસમિતિ તે મુનિઓને ખાસ કીધી છે. તું ઊભો રહેજે, પણ જયણાથી. ઘડીક પગ આમ કરે ને ઘડીક આમથી તેમ હલાવે એમ નહિ. તું દરેક કામ એવી રીતે કરજે, કે જેથી કોઈ જીવની વિરાધના તે નથી થતી ને ? એનું તને ધ્યાન રહે.
એટલું જ નહિ, પણ તું હમેશાં ઉચિત કર્મ કરજે. અનુચિત ન કરીશ. ગૃહસ્થને પણ એ બંધ આપે છે કે તું આ ચાર વાનાં ન કરીશ. એ ચારેને યમને આવવાના અને આપણે માટે મરવાના બારણાં-દ્વાર કીધાં છે, આ ચારે જે તું નહિ કર, તે તારે ચિંતા નથી. એ ચાર વાનાં કયાં? અમને કહે તે ખરાં.”
તે સાંભળ– अनुचितकारम्भः, स्वजनविरोधो बलीयसा स्पर्धा । गुरुवचने च विमर्शो, मृत्योराणि चत्वारि ॥
એક તે તારે કરવા લાયક જે કર્મ ન હોય, તે તું કેઈ દિ ન કરીશ. નાતમાં, જાતમાં, કુળમાં ને ઘરમાં, તને લાગે કે આ અન્યાય છે, અનીતિ છે, અપ્રમાણિક છે, તે એ તું ન કરીશ. ગમે તેવાં આચરણે મારે કરવાં, અમે નં. પ્ર. ૯