________________
0600800SOHBODECOECOBOOS00200201200BT:BOCOLOMBO
09090090900SDDED: 09003003000030020OESQ.
મહાભારતને અનુલક્ષીને જુદા જુદા ધર્મો સમાય છે. અને શ્રમણધર્મમાં જૈન અને બૌદ્ધની ગણના થાય છે. આમાં બૌદ્ધ ધર્મ ભારતમાં ઉત્પન્ન થયે છતાં પણ વિવિધ ફેરફારને લઈ તે ભારતમાં ચિરસ્થાયી થઈ શકે નહિ.
આ બને ધર્મના સાધુસંતોથી આ ભારતદેશ પવિત્ર મનાય છે. તેમાં પણ જૈન સાધુમહાત્માઓનું સ્થાન સેંકડે, હજારો વર્ષથી વિશિષ્ટ રહેતું આવ્યું છે. આ મહાત્માઓ કંચન-કામિનીના ત્યાગી, નિઃસ્પૃહ, ઉઘાડા માથે અને ઉઘાડા પગે વિહાર કરનારા, મહાજ્ઞાની અને મહાતપસ્વી તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા છે. આપણા પૂર્વ પુરુષોએ તેમના ઉત્તમ ચારિત્રથી એવી છાપ ઊભી કરી છે કે જેને લઈને સાધુના વેશને દેખતાં જંગલમાં ખેતર ખેડતાં ખેડૂત કે ભીલ પણ તેમને પગે લાગે છે અને તેમની પ્રત્યે ખૂબ આદર રાખે છે.
જૈન સાધુ મહાત્માની આ સુંદર છાપ આજની નહિ પણ સેંકડો-હજારો વર્ષથી ભારતમાં સ્થિર થઈ છે. આપણે જાણીએ છીએ કે નયસારના ભાવમાં નયસારને સમકિત પ્રાપ્તિનું નિમિત્ત આ સાધુભગવંતે
0100000000000000050020080030090060:0900300C00500300600200ECOSN 030030
2002 2003000
ROB01E00800600CONCOX0600600891ED020DECOECH