________________
STનારે પ્રભુ! નહિમાનું અવરની આણ, કી
મારે તારું વચન પ્રમાણ
एके सत्पुरुषाः परार्थघटकाः ॥
શાસ્ત્રકાર મહારાજાએ સૌથી પહેલાં સંસારનું સ્વરૂપ બતાવ્યું. તે પછી મેક્ષનું સ્વરૂપ બતાવ્યું. એ મેળવવા માટે સ્વ અને પરને ઉપકાર કરે, અને એમાં પણ પરેપકારમાં વિશેષ વૃત્તિ રાખવી, એમ કહ્યું. એ પપકાર કયારે થાય? તે કીધું કે-વારાવિશુદ્ધ સત્યા’–હદયના આશયની મહાન વિશુદ્ધિ હોય તે જ પરોપકાર થાય.
વચમાં એ પણ કહી દીધું કે–આત્માને દરેક કામમાં, જિજ્ઞાસા જોઈએ. વ્યાખ્યાન શ્રવણ કરવું હોય કે બીજું ગમે તે કરવું હોય, પણ એમાં જિજ્ઞાસા પહેલી જોઈએ.
જિજ્ઞાસા વિનાને માણસ શ્રોતા ન કહેવાય. જિજ્ઞાસા. વિના સાંભળવા બેસે, સાંભળવાની રુચિ ન હોય, તે તે “મૂરખજીને પ્રભુ-કથા, કાં ઊંઘે કાં ઊઠી જાય”—એ કાં તો. ઊંઘે ને કાં તે ઊઠી જાય.
જંગલમાં કાકીઓ હોય છે ને?—એની ટેવ હોય છે. કે એ હમેશાં માથું હલાવ્યા જ કરે. એને તમે ના કહો. તે ય માથું હલાવે. અને અહીં સભામાં લાવે તે ય એ બેઠે બેઠે માથું ડોલાવ્યા જ કરે. એને જેમ જિજ્ઞાસા કે