________________
સ્વાધીનતાઃ પરમ સુખ
૮૫ ત્યાગી મહાપુરુષ છે. એમના મુખને ફરસીને જે શબ્દ નીકળે, એ મને સાંભળવા ક્યાંથી મળે ?”
કેટલે એમને રાગ હશે? કેટલું બહુમાન હશે ? કેવી જિજ્ઞાસા હશે? માટે જ જ્ઞાની ભગવંતે કહે છે કે-મન રીઝે તનુ ઉલસેજી, રીઝે બુઝે એકતાન. એને તે આનંદ આનંદ થઈ જાય. અને એકતાનતા આવી જાય.
આનંદઘનજી મહારાજાએ શાંતિનાથ ભગવાનનું સ્તવન બનાવ્યું છે. એમાં એ ભગવાનને પૂછે છે કે હે પ્રભો! શાંતિનું સ્વરૂપ અમને બતાવે. શાંતિ કેને કહેવાય, ને એનું સ્વરૂપ શું? એ અમને સમજાવો. - સ્તવન અનેક પ્રકારના હોય છે. કઈમાં ભગવાનના ગુણની સ્તુતિ હેય, કોઈમાં પ્રશ્નોત્તર પણ હેય. અહીં પ્રશ્નોત્તર છે. ત્યાં પ્રભુ એમના મઢે એ પ્રશ્નને જવાબ બેલાવે છે. એમાં કહ્યું છે કે –
“ધન્ય તું આતમા જેહને, એહવે પ્રશ્ન અવકાશ રે.”
ભગવાન એમને જવાબ આપતાં કહે છે કે શાંતિનું સ્વરૂપ હું તને કહું છું. પણ એ પહેલાં કહું છું કે–“તને શાંતિનું સ્વરૂપ શું ? ને એ કઈ રીતે પમાય? આવી જિજ્ઞાસા થઈ, એ માટે હે આત્મા ! તને ધન્યવાદ ઘટે છે.”
આ પણ શું બતાવે છે કે આવી જિજ્ઞાસા હોય, તે જ શ્રોતા બનાય. તે જ ગ્યા બનાય.
અહીં શિષ્યને પણ આવી જ જિજ્ઞાસા છે. એ ગુરુ