SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન ત્યારે તારી સાથે બીજું કઈ નહિ આવે. એક ધર્મ જ આવશે. બાકી તે જગતમાં જે વસ્તુઓ અત્યારે દેખાય છે, તે અહીં જ પડી રહેવાની છે. આ હૃદયમાં ભાવ થાય ત્યારે–અને નિર્મમ નિદઠ્ઠ:' પાછું અભિમાન ન થવું જોઈએ, અને મમતા પણ ન થવી જોઈએ. આવું સ્વરૂપ જે કોઈ જીવ પામશે,–ત્યારે જ એને શાન્તિ મળશે. કારણકે જ્યારે નિર્ણય છે કે-દશ્યમાન ચીજે જગમાં તારી રહેવાની નથી, તે પછી એની અભિલાષા શા માટે? માટે નિરભિલાષામાં જ જીવને શાંતિ મળશે. મહારાજા ભેજ એક દિવસ રાતે અગાશીમાં—ચન્દ્રશાલામાં આમથી તેમ ટહેલે છે. ચંદ્રમા પૂર્ણ સ્વરૂપે ઉગ્યે છે. રાજાને ઊંઘ નથી આવતી એટલે અગાશીમાં ફરે છે. એ વખતે એના હૈયામાં ઉમળકે આવે છે. એ ત્યાં વિચાર કરે છે કે-મારાં સ્વજને કેવાં? મારું કુટુંબ કેવું છે? મારાં હાથી ને ઘડા પણ કેવાં છે? મારે કે આનંદ છે? આ જગમાં મારા જે સુખી કેણ હશે? આવા વિચારમાં ને ઉમળકામાં રાજા બોલે છે – 'चेतोहरा युवतयः स्वजनोऽनुकूलः । सद्बान्धवाः प्रणयगभगिरश्च भृत्याः । वल्गन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गाः । આ ત્રણ ચરણ બલીને રાજા અટકી ગયા. એક શ્લોકના ચાર ચરણ-ચાર પાદ હોય, એમાં ત્રણ પાદ પિતે બોલ્યા એમાં એ શું બોલ્યાં છે? તે “રેતો યુવત'
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy