________________
૬૮
શ્રી નંદસૂત્રનાં પ્રવચના
રાજાને થાય કે આહા! ઘડીકમાં આ સ્થિતિ આવી ગઈ? જગમાં બધાંની સ્થિતિ આવી જ છે. ને એને ય વૈરાગ્ય થાય છે. કાઈને વળી બળદના સ્વરૂપથી ખાધ થાય છે. એમ ચારે પ્રત્યેકબુદ્ધને અમુક અમુક નિમિત્તથી ખાધ થાય.
ચારે પુષ્પાત્તર વિમાનમાંથી એક જ સમયે ને એક સાથે વ્યવે. ચારે સાથે એક જ સમયે જન્મે, ચારે ય ને ખાધ પણ સાથે જ થાય. ચારે ય સાથે દીક્ષા લે. ચારે ને કેવળજ્ઞાન પણ સાથે થાય. અને ચારેના મેાક્ષ પણ એક જ સમયે થાય. પણ એ ચારે ય કાઈ દિવસ ભેગાં ન થાય.
પણ એક દિવસ આ ચારે ય એક યક્ષના મદિરમાં ભેગાં થઇ ગયાં. ચારે ત્યાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા છે. ચારે જુદ્દીજુદી દિશાએથી પેઢાં છે. એક પૂર્વથી પેઢાં, ખીજા પશ્ચિમમાંથી. ત્રીજા ઉત્તર ને ચાથા દક્ષિણમાંથી પેઢાં છે. કાઉસગ્ગ યાને રહ્યાં છે. કોઇએ એક બીજાને જોયાં નથી. ખબર નથી કે પાસે કાણ ઊભું છે ?
એમાં કરક’હૂ મુનિને શરીરે ખરજ બહુ આવે. એમને નાનપણથી ખરજના વ્યાધિ હતા. એથી જ એમનુ નામ કરક પડેલું. આખા દિ’ શરીર ખ ંજવાળ્યા જ કરે. અહીં પણ એમને ખરજ આવતી હતી. એ ખણવા માટે એમણે એક સળી રાખી હતી. ખરજ આવે ત્યારે કામળ હાથે એ એ સળીથી ખણે. ત્યારે કાઉસગ્ગમાં એમને ખરજ આવી, ને એમણે સળીથી શરીરને ખણ્યુ.