________________
છે કે એમાં મારે
9 )
इह सर्वेणैव'० ॥
ગ્રન્થકાર મહારાજા આ નંદિસૂત્રમાં અત્યારે સંસારનું સ્વરૂપ વર્ણવી રહ્યાં છે. આ સંસાર દુઃખમય છે. તેનું કારણ પૂર્વકૃત કર્મ છે. એ દુઃખથી પીડા પામેલા જીવને સંસાર છોડવાની અભિલાષા થાય છે. અને તે છેડયાં પછી ગુરુના ઉપદેશથી એને મેક્ષસુખની ઈચ્છા થાય છે.
કારણ કે–ખરેખરું સુખ શેમાં છે? તે સંતેષમાં છે. સંતોષ હોય તે જ સાચું સુખ છે. સંસારમાં પણ સંતેષ હોય તે જ સુખ છે. જે હૃદયમાં સંતોષ ન હોય. આખો દિવસ હાયવેયને અસંતેષ જ હોય, તે સુખ ન હોય.
એક મહાત્માએ ત્રણવાર પ્રશ્ન કર્યો છે કે : મુવી ? વાર સુવી? : સુથી? જગમાં કેણુ સુખી છે? કેણ સુખી છે? કેણુ સુખી છે ?
ત્યારે ત્યાં જવાબ મળે છે કેઃ સન્તોષવાન સુણી, સન્તોષવાન્ અલી, સોપાન સુવી.જેના હૃદયમાં સંતોષ છે, કે જાતની હાયવોય કે સ્પૃહા નથી, તે જ સાચું સુખી છે.
સંસારના સુખોમાં સંતોષ નથી. કારણકે–એ જેમ જેમ જીવને મળતાં જાય, તેમ તેમ તૃષ્ણા વધતી જ જાય ૧. જુઓ પૃ ૩૩