________________
૬૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરેલા ચંદન આદિ ઉપચારથી ચેતના પામી ઊભી થઈ ચિત્તમાં આ પ્રસાણે વિચારે છે ?
મારે પૂર્વભવને પતિ તે લલિતાંગ સ્વર્ગથી ચ્યવી હમણાં ક્યાં ઉત્પન્ન થયેલ છે ? તે સંબંધી અજ્ઞાન મને પીડે છે, હૃદયમાં તે સંક્રાંત થયેલ હોવાથી મારે બીજે કોઈ પ્રાણનાથ નથી, કારણ કે કપુરના પાત્રમાં લવણ કોણ નાંખે? તે પ્રાણપ્રિય મને વચનગોચર ન થાય તો બીજાની સાથે આલાપ વડે સયું, એમ વિચારીને તેણે મન
કર્યું.
ત્યારે તેને સખીવર્ગ ભૂત-પ્રેત આદિ દોષની શંકાથી મંત્ર-તંત્રાદિ ઉપચાર કરવા લાગ્યો. તે સેંકડો ઉપચાર કર્યા છતાં મૌનપણું છોડતી નથી. કોઈ કામ હોય તે પોતાના પરિવારને અક્ષરે લખીને અથવા ભ્રકુટી કે હાથની સંજ્ઞા વડે જણાવે છે.
એક વખત તે શ્રીમતી કીડઘાનમાં કીડા કરવા માટે ગઈ. ત્યાં એકાંતમાં સમય મેળવીને તેની પંડિતા નામની ધાવમાતાએ પૂછયું કે- હે પુત્રી ! તું મને પ્રાણની જેમ પ્રિય છે. હું પણ તારી માતા જેવી છું, તેથી આપણુ બંનેને પરસ્પર અવિશ્વાસનું કારણ નથી. તેથી જે હેતુથી તું મૌનનું આલંબન લે છે, તે મને કહે. મને તારા દુઃખની ભાગીદાર કરીને પોતાને અપદુખવાળી તું કર. હું તારું દુઃખ જાણીને તેને પ્રતિકાર કરવા