________________
શ્રી કષભનાથ ચરિત્ર
જન્મસિદ્ધ, ચિકિત્સા ન કરી શકાય એવા ઘણા દારિદ્રયના દુખવટે પીડા પામ્યો છું. આ સાક્ષાત દારિદ્રયની મૂતિ જેવ, પૂર્વ જન્મની વૈિરણિ જેવી આ કન્યાઓથી હું ઘણે પીડા છું. જે હવે મારી સ્ત્રી ફરીથી પુત્રીને જન્મ આપશે તે આ કુટુંબને ત્યાગ કરીને હું પરદેશ ચાલ્યા જઈશ. આ પ્રમાણે ચિંતા પામેલા તેની સ્ત્રીએ કાનમાં સોયના પ્રવેશ સરખી પુત્રીના જન્મને સાંભળે. હવે તે નાગિલ ઉર્વ મુખવાળે અધમ બળદી જેમ ભાર ફેંકી દે, તેમ કુટુંબને ત્યાગ કરીને વિદેશમાં ગયે. તે વખતે તેણીને પ્રસવજન્ય દુઃખમાં પતિના ચાલી જવાની પીડા ત્રણમાં ક્ષાર નાખવાની જેમ તત્કાળ થઈ તેથી નાગશ્રીએ તે પુત્રીનું નામ પણ ન કર્યું. તેથી લોકો વડે તેનું નામ “આ નિર્નામિકા છે એ પ્રમાણે કહેવાયું.
તે નાગશ્રી તેને સારી રીતે પાળતી નથી તે પણ તે નિર્નામિકા વધવા લાગી; કારણકે વજથી હણાયા છતાં પણ આયુષ્ય ક્ષીણ ન થાય તે મૃત્યુ ન થાય. માતાને પણ ઉદ્વેગ કરનારી, અત્યંત દુર્ભાગ્યવાળી તે બીજાના ઘરમાં હલકાં કામ કરતી સમય પસાર કરે છે. . એક વખત કોઈ ઉત્સવ પ્રસંગે ધનાવ્યના બાળકના હાથમાં મોદક જોઈને તે પણ પિતાની માતા પાસે મોદક માગે છે. દાંત વડે દાંતને ઘસતી માતા કહે છે, તે બરાબર છે કે તું એક માગે છે, તારે પિતા પણ મોદક ખાનાર જ છે, જે તું લાડુ ખાવાને ઈચ્છે છે, તે હે પુત્રી !