________________
દશને આવેલા હજારે ભક્તગણને પૂજ્યશ્રીની કાયમી સ્મૃતિ રહે તે અંગે પ્રેરણું કરતાં ભાવિકેએ ૪૦ થી ૫૦ હજારનું ફંડ એકત્રિત કર્યું અને તે સમયે “જૈનાચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વર સ્મારક સમિતિ”ની નિયુક્તિ પણ કરી. સમિતિનું કાર્યક્ષેત્ર :
સમિતિએ પૂજ્યશ્રીના કાયમી સ્મારક અંગે સોજીત્રા અગ્નિસંસ્કાર ભૂમિ ઉપર સમાધિ મંદિર બનાવવું. શેઠ શ્રી મોતીશાના જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવવા તેમજ પૂ. અકબર બાદશાહ પ્રતિબંધક પરમ શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. ના ચાતુર્માસ સ્થિરતાથી પવિત્ર બનેલ ઉપાશ્રયને જીર્ણોદ્ધાર કરાવે એમ ત્રણે કાર્યો સોજીત્રામાં કરવાને નિર્ણય કર્યો. પ્રાકૃત અધ્યયન-અધ્યાપન અંગે નિર્ણય –
ધર્મરાજા પૂજ્ય ગુરુદેવના જીવનને વ્યવસાય તે સ્વાધ્યાય અને સાધનાને જ હતું. જેથી તેઓશ્રીનું સાચું સમારક પણ તેઓશ્રીને સ્વાધ્યાયના વ્યવસાયને અનુસરતું થાય તે અંગે સમિતિએ પ્રાકૃત અધ્યયન-અધ્યાપન અંગે
ગ્ય સ્થળે પાઠશાળા કે વર્ગો ચલાવવા, અભ્યાસીઓને ઉત્સાહવર્ધક પારિતોષિક આપવાં. તેમજ પૂજ્યશ્રી રચિત પુસ્તકેનું પ્રકાશન કરવું. પ્રાચીન અપ્રગટ તેમજ પ્રગટ પ્રાકૃત ગ્રન્થનું સંશોધન કે પુનર્મુદ્રણ કરવું. તેને અનુ