________________
શ્રી ઋષભનાથ ચસ્ત્રિ
પn૧
હાથના મૂળમાંથી ક્યારે કંકણને ત્યાગ કરે છે ત્યારે તે આમલસારા રહિત શ્રેષ્ઠ પ્રાસદની જેમ તેનાથી હિત હાથના મૂળને જુએ છે.
જ્યારે બીજી પણ મુદ્રિકાઓને ત્યાગ કરે છે ત્યારે તે રાજા મણિ વગરની સર્પની ફણાની જેમ મુદ્રિકા વગરની આંગળીઓને જુએ છે.
જ્યારે પગના કડાઓને ત્યાગ કરે છે ત્યારે પડી ગયા છે સુવર્ણના વલય જેના એવા હાથીના દાંતની જેમ કડા વગરના પગને જુએ છે.
આ પ્રમાણે ભરતરાજા છોડી દીધા છે સર્વ અંગના ભૂષણ જેણે એવા શુભા વગરના પિતાને જીર્ણપત્રવાળા વૃક્ષની જેમ જુએ છે, એ પ્રમાણે જોઈને તે વિચારે છેઃ
ભરતરાજાનું ચિંતન અહો! આ શરીરને ધિક્કાર હો! કારણકે ભૂષણ આદિ વડે શરીરની રોભ એ ચિત્રકર્મ વડે ભીંતની જેમ કૃત્રિમ છે. અંદર વિષ્ટા-મળથી વ્યાપ્ત, બહાર ઇંદ્રિયના છિદ્રોથી ઉત્પન્ન થતા મલથી ભરેલા આ શરીરની વિચારણા કરતાં કાંઈપણ સુંદર નથી. આ શરીર કપૂર કસ્તુરી વગેરે સુગંધી વસ્તુઓને પણ ઉખરભૂમિ જેમ મિઘના પાને દૂષિત કરે તેમ દૂષિત કરે છે.
વિષાથી વિરાગ પામીને જેઓએ મેક્ષરૂપી ફળવાળ તપ ત, તે તત્વજ્ઞાનીઓએ જ આ શારીરનું