________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
os
ભરતના ભેગો રાહુથી મુક્ત થયેલા ચંદ્રની જેમ ધીમે ધીમે શેક્શી મુક્ત થઈ રાજા બહાર વિહારભૂમિમાં ફરે છે. ગજેન્દ્ર જેમ વિંધ્યસ્થલીને યાદ કરે. તેમ સ્વામીના ચરણેને યાદ કરીને ખેદ કરતા એવા તેને નજીક રહેલા શિષ્ટ પુરુષે આવીને હંમેશાં વિનેદ કરાવે છે.
એક વખત તે રાજા પરિવારના આગ્રહથી વિનોદના ઉત્પત્તિસ્થાને એવા બગીચાઓની શ્રેણીમાં જાય છે. ત્યાં આવેલા સ્ત્રીરાજ્યની જેમ સ્ત્રીઓના સમૂહની સાથે મનહર લતામંડપની શય્યામાં ક્રીડા કરે છે, ત્યાં કુતૂહલ વડે વિદ્યાધરની પુષ્પ ભેગા કરવાની ક્રીડાની જેમ, યુવાન લોકોની પુપ ભેગા કરવાની ક્રીડાને તે જુએ છે. ઉત્તમ સ્ત્રીઓ જાતે પુષ્પના નેપચ્ય (વેષભૂષણ)ને ગુંથીને કામદેવની પૂજાની જેમ તેને ભેટ કરે છે, તેની ઉપાસના કરવા માટે અસંખ્યરૂપે થયેલી હોય એવી ઋતુલક્ષ્મી જેવી સવગે પુષ્પાભરણથી ભૂષિત થયેલી સ્ત્રીઓ તેની . આગળ ક્રીડા કરે છે. તેઓની વચમાં જતુદેવીઓનો એક અધિષ્ઠાયક દેવ હોય એ ચારે તરફથી પુપના આભૂષણવાળો તે ચક્રવતી શોભે છે.
ક્યારેક તે ભરતેશ્વર વપૂજન સહિત રાજહંસની જેમ ક્રીડાવાપીમાં કીડા કરવા માટે ઈચ્છા પ્રમાણે જાય છે. ત્યાં સ્ત્રીઓ સાથે ભરત, હાથિણીઓ સાથે હાથી જેમ. નર્મદામાં કીડા કરે તેમ જળક્રીડા કરે છે. તે વખતે