________________
૪૮૧
શ્રી ઋષભનાથ ચરિત્ર
પૂર્ણ કરી, અનંતવીય-સુખથી સમૃદ્ધ એવા તે ઋષભ પ્રભુ મધના અભાવે એર'ડખીજની જેમ સ્વભાવથી ઉધ્વગતિવાળા ઋજુ ગતિએ લાકના અગ્રભાગે પહોંચે છે.
તે દશહજાર સાધુએ પણ અનશન સ્વીકારી ક્ષપક શ્રેણીએ ચઢી સર્વે કેવળજ્ઞાન પામી ચારે તરફથી મન વચન-કાયાના ચેાગને રૂધીને ક્ષણવારમાં સ્વામીની જેમ પરમપદ્મ મેાક્ષને પામે છે.
સ્વામીના નિર્વાણ કલ્યાણથી સુખના લેશને પણ નહિ જોનારા નારકોને પણ ક્ષણવાર દુ:ખાગ્નિ શાંત થા. મહાશાકથી આક્રાંત થયેલા ચક્રવતી પણ તે જ ક્ષણે મૂર્છા પામી વાથી હણાયા હોય તેમ પૃથ્વી ઉપર પડ્યો.
તે વખતે મા' દુઃખ આવ્યે છતે દુઃખને શિથિલ કરવાના કારણરૂપ રાવાનુ` કોઈપણ જાણતું ન હતુ, તેથી ઇંદ્ર પોતે દુઃખ શિથિલ કરવાના કારણરૂપ તે રુદન ચક્રવર્તી ને જણાવવા માટે મોટેથી મોટી પેાકારપૂર્વક રુદન કરે છે, તેથી દેવા પણ ઇંદ્રની પાછળ રુદન કરે છે, સમાનદુઃખવાળા પ્રાણીઓની ચેષ્ટા સરખી જ હોય છે.
ચક્રવતી પણ તેઓનું રુદન સાંભળીને સજ્ઞા પામીને મેટાસ્વરે બ્રહ્માંડને ફાડી નાખતા હોય તેમ આક્રંદ કરે છે, તે વખતે રાવાથી રાજાની મેાટી એવી પણ શાકની ગાંઠ, મોટા પ્રવાહના મોટા વેગ વડે પાળને ધ જેમ ફૂટે તેમ ફૂટી જાય છે.