________________
છઠ્ઠો ઉદ્દેશો
આ તરફ સ્વામીને શિષ્ય, પિતાના નામની જેમ અગ્યાર અંગને ભણનાર, સાધુના ગુણેથી સહિત, સ્વાભાવિક સુકુમાલ ભરતપુત્ર મરીચિ ચૂથપતિ સાથે હાથીના બચ્ચાની જેમ સ્વામી સાથે વિચરતે એક વખત ગ્રીમઋતુના મધ્યાહ્નસમયે ભયંકર સૂર્યનાં કિરણોના સમૂહ વડે સુવર્ણકારની જેમ ચારે તરફથી તપેલી ધૂળવાળા, ન દેખાય એવી અગ્નિની જવાળાની જેમ ચારે તરફથી ગરમ મહાવાયુના સમૂહ વડે સંચારરહિત માર્ગમાં, પગથી માંડીને મસ્તક સુધી ઉત્પન્ન થયેલ પરસેવાની ધારાથી ભરેલા, અગ્નિથી તપેલા કાંઈક ભીના લાઠડાં સરખા પોતાના દેહને વિષે જળથી સિંચેલ સુકાયેલા ચામડાની ગંધ જેવા પરસેવાથી ભીંજાયેલ વસ્ત્ર-દેહના મળની દુસ્સહ ગંધ નીકળે છતે, પગમાં બળતે, તરસથી પીડા પામેલ, તપેલા માર્ગમાં નોળિયાની જેમ પીડાને સહન કરતે મન વડે આ પ્રમાણે વિચારે છે –
મરીચિનું પરિવર્તન કેવળદર્શન જ્ઞાનરૂપી સૂર્ય–ચંદ્ર વડે મેરુપર્વત સરખા જગદ્ગુરુ શ્રી ઋષભ સ્વામીને તે હું પૌત્ર છું. ચતુર્વિધ સંઘની સમક્ષ પ્રભુની પાસે પાંચ મહાવ્રતના