SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર અમાવાસ્યાની રાત્રિની જેમ રાજ્યલક્ષ્મી ઘણા તામસગુણથી યુક્ત છે, અન્યથા પિતાએ તૃણુની જેમ શા માટે તેને ત્યાગ કર્યો ? ૪૨૦ તે પિતાના પુત્ર હાવા છતાં મે' આ રાજ્યલક્ષ્મીને ઘણા કાળે દુરાચારીપણે જાણી. બીજો પણ કેવી રીતે આને જાણશે? સર્વથા આ ત્યાગ કરવા લાયક છે. એ પ્રમાણે મનમાં નિણ્ય કરીને મહામનવાળા તે બાહુબલિ ચક્રવતીને કહે છે : હે ક્ષમાનાથ! ભાઈ! ફક્ત રાજ્યને માટે શત્રુની જેમ મેં તમને ખેદ પમાડયો છે, તે ક્ષમા કરે. આ મહાભવ સરેાવરમાં તંતુપાશ સરખા ભાઈ-પુત્ર-સ્ત્રી વડે. અને આ રાજ્ય વડે મારે સયુ.... હવે આ હુ. ત્રણ જગતના સ્વામી વિશ્વને અભયદાન આપવામાં એક દાનશાળા સરખા પિતાના માગમાં મુસાફર થઈશ. એ પ્રમાણે કહીને મહાસત્ત્વશાલી, સાહસિક પ્રાણીઓમાં અગ્રેસર તે બાહુબલિ તે જ મુષ્ટિ વડે મસ્તકના કેશેાના તૃણની જેમ લીચ કરે છે. ' તે વખતે ‘ સારુ–સારુ'' એ પ્રમાણે આનંદપૂર્વક કહેતાં દેવા બાહુબલિની ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. પ્રાપ્ત કર્યાં છે મહાવ્રત જેણે એવા બાહુબલિ આ પ્રમાણે વિચારે છે કેઃ– હમણાં હું પૂજ્ય પિતાના ચરણકમળ પાસે શું જાઉં ? અથવા જઈશ નહિ, કારણ કે પૂર્વ મહાવ્રતાને સ્વીકારનારા જ્ઞાન વડે શાલતા નાના
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy