________________
કાક
શ્રી ઋષભનાથ ચરિત્ર
ચંદ્રમ’ડળને ચૂણુ કરશે, આમળાના ફળની જેમ તારાગણુને ભ્રષ્ટ કરશે, માળાની જેમ વૈમાનિકના વિમાનાને પાડી નાંખશે, રાફડાની માફક પર્વતના શિખરોને તાડી નાંખશે, ઘાસના સમૂહની જેમ મોટા વૃક્ષના નિકુંજોને પીંસી નાંખશે, કાચી માટીના ગાળાની જેમ પૃથ્વીને ભેદી નાંખશે આ પ્રમાણે સૈન્ચા વડે અને દેવા વડે જોવાતા બાહુબલિ રાજા તે દંડ વડે ચક્રવતી ને મસ્તકમાં પ્રહાર. કરે છે.
મેાટા એવા તે દંડના ઘા વડે ચક્રવતી મુગરથી હણાયેલા ખીલાની જેમ ગળા સુધી પૃથ્વીમાં પેસી જાય છે, તે વખતે ખેદ પામેલા ચક્રવતીના સેવા‘અમારા સ્વામીને આપેલ વિવર (છિદ્ર) અમને આપે ’ એ પ્રમાણે પ્રાર્થના કરતા હોય તેમ પૃથ્વી ઉપર પડે છે.
રાહુથી ગ્રસ્ત થયેલા સૂની જેમ ચક્રવતી પૃથ્વીમાં ખૂ ́ચી જવાથી પૃથ્વી ઉપર મનુષ્યના અને આકાશમાં દેવાના માટો કોલાહલ થયે.
મી'ચાઈ ગયા છે નેત્રા જેનાં એવા, શ્યામમુખવાળા છ ખંડ ભરતને સ્વામી ચક્રવતી ભરત પૃથ્વીની અંદર લજા વડે જાણે એક ક્ષણ રહે છે, હવે એક ક્ષણને અંતે તેજ વડે અતિ દીપ્યમાન રાત્રિને અંતે સૂર્યની જેમ પૃથ્વીની મધ્યમાંથી નીકળે છે. નીકળીને તે આ પ્રમાણે વિચારે છે : સકળ યુદ્ધમાં, જુગારમાં અ`ધ જુગારીની જેમ હું આના વડે જીતાયેા, ગાયે ખાધેલ દુર્વા-ઘાસ