________________
કાર
શ્રી ઋષભનાથ ચરિત્ર
એ પ્રમાણે આશ’કા કરીને દેવા વડે જોવાયેલા સુનંદાપુત્રબાહુબલિ મેટેથી મુઠ્ઠી ઉગામે છે, તે મુઠ્ઠી વડે તે, મહાવત અંકુશ વડે હાથીને કુંભસ્થળમાં તાડન કરે તેમ ચક્રવતીને છાતીમાં તાડન કરે છે. તે ઘાત વડે, વાના પડવાથી પર્યંતની જેમ ભરતેશ્વર મૂર્છા વધુ વ્યાકુળ થયેલા પૃથ્વીતળ ઉપર પડે છે. પડતા એવા તે સ્વામી વડે કુલાંગનાની જેમ પૃથ્વી કપે છે, ખંધુના પડવાથી બંધુએ કંપે તેમ પવતા પણ ક૨ે છે,
મૂર્છા પામેલા પોતાના મોટાભાઈને જોઈને બાહુઅલિ વિચારે છે કે– ક્ષત્રિયાને વીરવ્રતના આગ્રહમાં આ કેવા પ્રકારના ખરાબ સ્વભાવ છે ? જ્યાં પેાતાના ભાઈને વિષે આવા પ્રકારના નિગ્રહના અતવાળા વિગ્રહ થાય છે! જો મોટાભાઈ ન જીવે તે મારે પણ જીવિત વડે સર્યુ. આ પ્રમાણે મનમાં વિચારતા, નેત્રના જળ વડે તેને સિંચન કરતા, બાહુબલિ પાતાના ઉત્તરીયના વીંઝણા (પ'ખા) કરીને તે પછી ભરતને પવન નાંખે છે.
હવે ચક્રવતી ક્ષણુવારમાં સંજ્ઞા પ્રાપ્ત કરીને સુતેલાની જેમ ઉઠે છે, આગળ નૃત્યની જેમ રહેલા મહુબલિને જુએ છે, ક્ષણવાર તે અને આંધવા નીચા મુખવાળા રહે છે. અહા ! મોટા માણસાને પરાજય અને જય પણ લજ્જા માટે થાય છે.
તે પછી ચક્રવતી કાંઈક પાળે ખસે છે, એજંસ્વી પુરુષાનું એ યુદ્ધની ઇચ્છાનુ લક્ષણ છે.' ફરીથી આય
.