________________
૪૧૦
શ્રી ઋષભનાથ ચરિણી બળને ધિક્કાર થાઓ, હાથને ધિક્કાર છે, અવિચારી કાર્ય કરનારા મને પણ ધિક્કાર પડો. આ કર્મની ઉપેક્ષા કરનારા બંને રાજ્યના મંત્રીઓને પણ ધિક્કાર છે. અથવા વિગહિત (= નિદિત) એવા તેઓ વડે શું ? આજે પણ
જ્યાં સુધીમાં મારે મોટો ભાઈ પૃથ્વી પીઠ ઉપર પડીને ટૂકડા થઈને વિનાશ ન પામે, ત્યાં સુધીમાં આકાશમાંથી તેને હું ઝીલી લઉં એ પ્રમાણે વિચારીને બાહુબલિ પડતા એવા તે ભારતની નીચે શય્યા સરખી પિતાની ભુજાઓને ધારણ કરે છે, ઊંચે જવાની ઈચ્છાવાળો હોય તેમ પગના અગ્રના બળ વડે ઊભે રહેલે તે પડતા એવા ભરતને દડાની લીલા વડે સ્વીકારે છે– લઈ લે છે.
તે વખતે બંને સૈન્યમાં ભારતને ઉછાળવાથી ઉત્પન્ન થયેલા વિષાદ તેના રક્ષણથી ઉત્પન્ન થયેલે હર્ષ, જેમ ઉત્સર્ગને અપવાદ દૂર કરે તેમ જલદી દૂર કરે છે. બાહુબલિને ભાઈના રક્ષણથી ઉત્પન્ન થયેલ વિવેક વડે, શીલ ગુણ વડે વિદ્યાની જેમ લાકો વડે બાહુબલિના પુરુષત્વને વખાણાય છે. દેવતાઓ બાહુબલિની ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. અથવા તેવા પ્રકારના વીરવંતથી યુક્ત એવા તેને આ કેટલું ?
તે વખતે ભરતેશ્વર એકી સાથે લજજા અને કેપ વડે ધૂમ્રજળ વડે અગ્નિની જેમ જોડાય છે.
હવે લજજા વડે નમ્ર મુખકમળવાળો બાહુબલિ મોટાભાઈ ભરતની લજજાને દૂર કરવા માટે ગદ્ગદપણે આ પ્રમાણે કહે છે :