SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર સંસારના તાપથી તપ્ત થયેલા પ્રાણુઓને છાયા કરવા માટે જાણે સાત ફણારૂપ છત્રવાળા, વિદનને દૂર કરનાર નામરૂપી મંત્રવાળા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર મેક્ષ આપે. ૪ वंदे वीरं वीरं जलहिजलगहीरममरगिरि धीरं । कम्मरयहरसमीरं, भवदवदहण-पसमण-णीरं ॥५॥ વીર, સમુદ્રના જળ સમાન ગંભીર, મેરુપર્વત સરખા ધીર, કમરૂપી રજને દૂર કરવા માટે વાયુ સમાન, સંસારરૂપી દાવાનળને શાંત કરવા જળ સમાન શ્રી વીરજિનેશ્વરને હું વંદન કરું છું. પણ सेसा वि जयतु जिणा, भवियजणमणनयणप्पसण्णगरा । जेवि नमिरहिययपउम-सहस्सकिरणा. सिवं पत्ता ॥६॥ ભવ્યજનોના મન અને નેત્રને પ્રસન્ન કરનારા, નમસ્કાર કરનારાના હૃદયરૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન, જેઓ મેક્ષને પામ્યા છે, એવા બાકીના જિનેશ્વરે પણ જયવંતા ધરેં. ૬ जिणवरवयणुन्भूया, सन्भूअपयत्थकत्थणे .निउणा । अत्थसमत्तसरूवा, सरस्सई देउ बोहं मे ॥७॥ જિનેશ્વરના મુખમાંથી ઉત્પન્ન થયેલી, સદ્ભૂત પદાર્થને કહેવામાં નિપુણ, સમસ્ત અથવરૂપ ધારણ મને બોધ આપે. ૭
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy