________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૮૯
દતા, અદ્ધ ચંદ્ર સરખા લેહમય ખચ્ચરની ખરી વડે પૃથ્વીને ભેદતા, સૈનિકોની વજમય પગની પાની વડે પૃથ્વીને ચૂર્ણ કરતા, કઠેર શુર, સરખી પાડા અને બળદની ખરી વડે પૃથ્વીને ખંડન કરતા, મુગર સરખા હાથીના પગ વડે પૃથ્વીને ચૂરી નાખતા, અંધકારના સહોદર જેવી રજ વડે આકાશને ઢાંકતા, સૂર્યના કિરણ સરખા શસ્ત્ર–અસ્ત્ર વડે પ્રકાશતા, પોતાના ઘણા ભારથી કાચબાની પીઠને કલેશ પમાડતા, મહાવરાહની ઊંચી દાઢાને નમાવતા, નાગરાજની ફણાના આટોપને અત્યંત શિથિલ કરતા, બધા દિગ્ગજોકોને કુબડા કરતા, મોટા સિંહનાદ વડે બ્રહ્માંડના પાત્રને અવાજમય કરતા, પ્રચંડ હાથના આશ્લેટનના અવાજ વડે બ્રહ્માંડને ફેડી નાંખતા, પ્રસિદ્ધ દવજના ચિહ્ન વડે ઓળખી-ઓળખીને મહાતેજસ્વી સુભટો સામા પક્ષના વીરને નામગ્રહણપૂર્વક બેલાવતા, અભિમાન અને સત્ત્વ વડે શોભતા સુભટે એક-બીજાને બોલાવતા બંને સૈન્યના અસૈન્યના સુભટે અગ્રસૈન્યના સુભટે સાથે મળે છે.
યુદ્ધ નિવારવા માટે દેવેનું આગમન જળજતુઓ જળજંતુઓની સામા જાય તેમ, હાથી ઉપર ચઢેલા હાથી ઉપર ચઢેલાની સામે, તરંગે તરંગની સામે જાય તેમ ઘેડેસ્વારો ઘેડેસ્વારની સામે, વાયુ -વાયુની સામે જાય તેમ રથી રથીઓની સામે, પર્વત વતની સામે રહે તેમ સૈનિક સૈનિકની સામે, ભાલા