________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
- ૩૮૭ ફળની જેમ શીવ્ર ગળી જાય છે, હે જગદીશ્વર! તમને વારંવાર પ્રણામ કરીને આ પ્રાર્થના કરું છું કે–તમારા પ્રસાદથી તમારા પ્રત્યેની ભક્તિ સમુદ્રના જળની જેમ અક્ષય હે !
આ પ્રમાણે આદિનાથ પ્રભુની સ્તુતિ કરીને અને નમસ્કાર કરીને ભક્તિવંત એ ચક્રવતી ભરતરાજા દેવમંદિરમાંથી નીકળે છે. - તે પછી તે રાજા પ્રમાણસર બનાવેલા કવચને વારંવાર શિથિલ કરીને હર્ષથી પુષ્ટ બનેલા શરીર વડે ધારણ કરે છે. અંગમાં લાગેલા દિવ્ય મણિમય તે કવચ વડે રાજા માણિજ્યની પૂજા વડે દેવપ્રતિમાની જેમ શોભે છે.
તે પછી તે ભરતેશ્વર બીજા મુકુટની જેમ મધ્યમાં ઉચ્ચ, છત્રની જેમ ગોળ, સુવર્ણ–રત્નથી બનાવેલા શિરસ્રણને ધારણ કરે છે. નાગરાજની જેમ અત્યંત તીણ બાણરૂપી દાંતવાળા બે ભાથાને પીઠને વિષે બાંધે છે. તે પછી તે ઈંદ્ર જેમ સરળ ચઢાવેલ ઈંદ્ર ધનુષ્યને ધારણ કરે તેમ ડાબા હાથ વડે શત્રુને પ્રતિકૂળ એવા કાલપૃષ્ઠ નામના મહાધનુષ્યને ગ્રહણ કરે છે.
તે સૂર્યની જેમ બીજા તેજસ્વીઓના તેજને ખાઈ જ. ભદ્ર ગજેન્દ્રની જેમ લીલાવડે સ્થિર પદન્યાસ કરતે ગજેન્દ્રની જેમ આગળ રહેલા પ્રતિવીરને તૃણની જેમ ગણત, નાગરાજની જેમ દુવિષહ દષ્ટિવડે ભયજનક, મહેદ્રની જેમ મેટેથી સ્તુતિપાઠો વડે સ્તુતિ કરાતે ભસ્ત રાજા રણકુશળ મહાગજ ઉપર ચઢે છે.