________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૮૫
લેહના બાણથી ભરેલા બે ભાથાઓને બાંધે છે. ડાબા ભુજદંડને વિષે યુગાંતના સમયે ઊંચા કરેલા યમદંડ સરખા ધનુષ્યને ધારણ કરે છે.
આ પ્રમાણે બખતર ધારણ કરી બાહુબલિ, પુરહિતે વડે આગળ “સ્વસ્તિ એ પ્રમાણે આશીર્વાદ અપાતે, પિતાના શેત્રની વૃદ્ધસ્ત્રીઓ વડે “જીવ જીવએ પ્રમાણે કહેવાતે, વૃદ્ધ શિષ્ટ પુરુષ વડે “નંદ નંદએ પ્રમાણે બલાત, બંદિજને વડે “ચિરકાળ જ્ય જયએ પ્રમાણે કહેવાતે તે મહાભુજાવાળે આરેહક વડે અપાયેલ છે હાથનું આલંબન જેને એવે, દેવરાજ મેરુશિખર ઉપર ચઢે તેમ મહાગજેન્દ્ર ઉપર ચઢે છે.
આ તરફ તે જ વખતે પવિત્ર બુદ્ધિવાળે શ્રી ભરતેશ્વર રાજા પણ શુભલક્ષ્મીના કેશાગાર જેવા દેવમંદિરમાં જાય છે, ત્યાં મોટા મનવાળો તે દિવિજયમાંથી લાવેલા પદ્ય આદિ તીર્થજળ વડે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાને સ્નાન કરે છે, તે પછી તે રાજસિંહ દેવદૂષ્ય વસ્ત્ર વડે, શ્રેષ્ઠ શિલ્પી મણિને સાફ કરે તેમ અપ્રતિમ એવી તે પ્રતિમાને સાફ કરે છે. સાફ કરી હિમાચલકુમાર આદિએ આપેલા ગશીર્ષ ચંદન વડે તે પ્રતિમાને પિતાના યશ વડે પૃથ્વીની જેમ વિલેપન કરે છે. વિલેપન કરીને લક્ષ્મીના ગૃહ સરખા કમળ વડે નેત્રને સ્તંભન કરવાની ઔષધિ હોય એવી પૂજા કરે છે. પૂજા કરીને રાજા ઋ. ૨૫