________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૯૯
યુદ્ધના પ્રારંભમાં જિનેશ્વરનું પૂજન હવે બાહુબલિ સ્નાન કરીને દેવપૂજા માટે દેવાલયમાં જાય છે. મહાપુરુષે ખરેખર કોઈ પણ કાર્યમાં મુંઝાતા નથી. ત્યાં જન્માભિષેકને વિષે ઈદ્રની જેમ તે અષભસ્વામીની પ્રતિમાને સુગંધી જળ વડે ભક્તિથી બ્લેવરાવે છે. તે પછી કષાયરહિત એવો તે પરમ શ્રદ્ધાવાળો શ્રદ્ધા વડે પિતાના ચિત્તની જેમ દિવ્યકષાયી વસ્ત્ર વડે તે પ્રતિમાને સાફ કરે છે. તે પછી પ્રતિમા ઉપર દિવ્ય વસ્ત્રમય ચાલક રચતો હોય તેમ યક્ષકદમ વડે વિલેપન કરે છે. તે પછી રાજા કલ્પવૃક્ષના પુષ્પોની માળાસરખી સરસ સુગંધયુક્ત વિચિત્ર પુષ્પમાળા વડે જિનપ્રતિમાની પૂજા કરે છે. સુવર્ણમય ધૂપઘાણને વિષે ધૂમાડા વડે નીલકમળમય પૂજા કરતા હોય તેમ દિવ્યધૂપ કરે છે. - તે પછી ઉત્તરાસંગ કરી, મકરરાશિમાં રહેલા સૂર્યની જેમ દિપ્ર દીપકવાળી આરતી લઈને આરતી ઉતારીને, પ્રણામ કરીને બે હાથ જોડી ભક્તિ બહુમાનપૂર્વક બાહુબલિ આદિનાથ પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરે છે –
હે સર્વજ્ઞપ્રભે! હું મારી અજ્ઞાનતાને જાણવા છતાં પણ જે તમારી સ્તુતિ કરું છું, તે તમારા ઉપરનું દુર્વાર એવું ભક્તિબહુમાન મને વાચાળ કરે છે.
હે આદિ તીર્થકર ! સંસારરૂપી શત્રુથી ત્રાસ પામેલા પ્રાણીઓને વાપંજર સરખી તમારા ચરણના નખની કાંતિ જયવંતી વર્તે છે. હે દેવ ! આપના ચરણકમળને