________________
૩૬૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ્ર. તે ભરતરાજાના મંત્રિવર્ગમાં મંત્રણ કરવામાં મૂષક સરખે પણ કેઈ નથી શું ?
ઉ, તે ભરતરાજાને પરંપરાગત બુદ્ધિશાળી ઘણા મંત્રિએ છે.
પ્ર, સપના મુખને ખણવા માટે ઇચ્છતા તે ભારતને તેઓએ કેમ ન અટકાવ્યો?
ઉ. તે મંત્રીઓએ તેને અટકાવ્યા નહિ પરંતુ પ્રેરણ કરી એવી ભવિતવ્યતા છે.
આ પ્રમાણે નગરજનેનાં વચન સાંભળતે તે સુવેગ નગરીની બહાર નીકળે.
નગરીના દ્વારને વિષે જાતે તે જાણે દેવતાઓએ પ્રકટ કરી હોય એવી ભરત–બાહુબલિના વિગ્રહની વાત ઈતિહાસની જેવી સાંભળે છે. માર્ગમાં કોધ વડે ઉતાવળે જતાં તેની સ્પર્ધા વડે નિચે તેઓની તે વિગ્રહની વાત ત્વરિતપણે વિસ્તાર પામી, તે વાતથી રાજાના આદેશની જેમ દરેક ગામમાં અને દરેક નગરમાં સુભટો સેના નિમિત્તે તૈયાર થાય છે. રથ શાળામાંથી યુદ્ધસંબંધી રથોને કાઢીને નવા અક્ષ આદિ વડે, ગીઓ - જેમ શરીરને મજબૂત કરે તેમ કેટલાક મજબૂત કરે છે, કેટલાક ઘોડેસ્વારીમાં ચઢી–ચઢીને પંચધારા વડે (અશ્વિની ગતિ વડે) અધોને યુદ્ધમાં સમર્થ કરાવે છે. બીજા લુહારના ઘરોમાં જઈને કૃપાણ આદિ હથિયારને પ્રભુની તેજમૂર્તિની જેમ તેજસ્વી કરે છે. બીજા શુંગના સારને