________________
૩૬૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે પછી વાઘની જેવા દઢ સ્વામીની આજ્ઞારૂપ પાશથી બંધાયેલા, કેપથી લાલ નેત્રવાળા રાજાઓ વડે તે જેવાતે, રોષથી “મારે મારે એ પ્રમાણે અંદર બેલતા, કુરાયમાન હઠવાળા રાજકુમારે વડે વિકટ પણે કટાક્ષ કરાતે, ખાઈ જવા ઈચ્છતા હોય એવા, ઊંચી કરેલી ભ્રકુટીવાળા, કાંઈક ચલાયમાન થયા છે શસ્ત્ર જેને દઢ પરિકર બાંધેલા અંગરક્ષકો વડે જેવાતે, અમારા સાહસિક કઈક સ્વામીના સૈનિક વડે આ બિચારે મરાશે એ પ્રમાણે વિચારાતે, પગ ઊંચે કરીને ઊભેલા સજજ કરેલા હાથ વડે ગળે પકડવા માટે જાણે ઉત્કંઠિત હોય એવા વેત્રિ વડે ઉઠાડેલે તે સુવેગ મનમાં ક્ષોભ પામ્યા છતાં ધીરજ ધારણ કરી ઊભે થઈને સભાગૃહમાંથી બહાર નીકળે છે.
સુવેગ દૂતનું સભામાંથી નિર્ગમન તે વખતે ક્રોધ પામેલા તક્ષશિલાના અધિપતિના મેટા શબ્દના અનુમાનથી અત્યંત ક્ષેભ પામેલી દરવાજે રહેલી પાયદળ સેના વડે આસ્ફાલન કરાતી ઢાલે વડે, નચાવાતી મોટી તલવારે વડે, ફેંકાતા ચકો વડે, ગ્રહણ કરાતા મુદુગરે વડે, ચીરાતા ત્રિશલ્ય વડે, પીડા કરાતા ભાથાઓ વડે, ગ્રહણ કરાતા દંડ વડે, ચલાવાતા પરશુ વડે પગલે પગલે ચારે તરફથી પિતાના મૃત્યુને જાણે જેતે હોય એ, અલના પામતા છે પગ જેના એવો તે સુવેગ દૂત બાહુબલિના સિંહદ્વારમાંથી નીકળ્યો.