SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રી ઋષભનાથ ચરિત્ર મેઘ જેવા છે. મેહરૂપી અંધકારથી મૂઢ થયેલાને તમે જ એક દ્વીપક છે. માર્ગમાં છાયાવૃક્ષની જેમ દીન–શ્રીમંત ભૂખ અને ગુણવંતને પણ તમે સાધારણ સરખી રીતે ઉપકાર કરનારા છે. આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરીને ભ્રમરની જેમ સ્વામીના ચરણકમળમાં નેત્ર સ્થાપન કરી બધા એક થઈ ને તેએ આ પ્રમાણે જણાવે છે : તે વખતે તાતપાદે ( આપે) જુદા જુદા દેશનાં રાજ્ગ્યા વહેચીને યથાયેાગ્યપણે અમને અને ભરતને આપ્યા. હું જગદીશ્વર ! અમે તે રાજ્યેા વડે સંતુષ્ટ રહીએ છીએ. સ્વામીએ મતાવેલી મર્યાદા ખરેખર વિનય સપન્ન આત્માઆને અલઘ્ય હોય છે. પર`તુ હે ભગવંત ! ભરતેશ્વર પેાતાના રાજ્ય વડે અને અપહરણ કરેલા અન્ય રાજ્યેા વડે, પાણી વડે વડવાનલ સતાષ ન પામે તેમ સાષ પામતા નથી. જેમ તેણે બીજા રાજાઓનાં રાજ્ય અપહરણ કર્યાં', તેમ તે ભરત અમારાં રાજ્ગ્યાને પણ અપહરણ કરવા ઈચ્છે છે, તે ખીજા રાજાઓની માફક અમેને પણ દૂતપુરુષાવડે ‘ જલદી રાજ્ગ્યા છે।ડા અથવા મારી સેવા કરે એ પ્રમાણે આદેશ કરે છે. પાતાને માટા માનતા તેના વચનમાત્રથી પિતાએ આપેલાં રાજ્ગ્યાને અમે કાયરપુરુષની જેમ કેમ છેડી દઈ એ ? અધિક ઋદ્ધિને વિષે નિઃસ્પૃહ એવા અમે તેની સેવા પણ શા માટે કરીએ ? જે અસંતુષ્ટ
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy