________________
ગ્રીષભનાથ ચરિત્ર
- ૩૨૩ એક વખત દેવે અને મનુષ્ય ભક્તિ વડે તેમને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે- હે ઈંદ્રસમાન પરાક્રમવાળા મહારાજા! તમે વિદ્યાધરનરેન્દ્ર સહિત આ છે ખંડ ભૂમિને સાધી, તેથી અમને અનુજ્ઞા આપે કે જેથી અમે છાપૂર્વક તમારો મહારાજ્યાભિષેક કરીએ.
શ્રી ભરતને મહારાજ્યાભિષેક રાજાએ તેમ હે” એ પ્રમાણે અનુજ્ઞા આપવાથી તે દેવે નગરીની બહાર સુધર્માસભાના ખંડ જેવો ઈશાન દિશામાં મંડપ બનાવે છે. તે પછી તેઓ દ્રહ-નદી–સમુદ્ર અને તીર્થોમાંથી જળ-ઔષધિ-માટી લાવે છે.
ભરત મહારાજા પૌષધશાળામાં જઈને અઠમતપ કરે છે. કારણ કે તપ વડે પ્રાપ્ત થયેલું રાજ્ય તપ વડે જ આનંદ પામે છે. અઠમતપ પૂર્ણ થયે અંતઃપુરથી પરિવરેલે રાજા પરિવાર સહિત હાથી ઉપર ચઢી દિવ્યમંડપ પાસે આવે છે. અંતઃપુર અને હજારોની સંખ્યાવાળા નાટકો સાથે ભરત ઉન્નત એવા અભિષેક મંડપમાં પ્રવેશ કરે છે. તે પછી પૂર્વ પાનપંક્તિ વડે અત્યંત ઊંચા નાનપીઠ ઉપર, ગજેન્દ્ર જેમ ગિરિશિખર ઉપર ચઢે તેમ ચઢે છે. તે પછી તે ભરત રાજા રત્ન સિંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસે છે.
તે વખતે કેટલાક સેવક હેય તેમ તે બત્રીસ હજાર રાજાએ ઉત્તર સપાનમાર્ગ વડે સુખપૂર્વક પીઠ ઉપર ચઢે છે. તે રાજાએ ચકવતની નજીકની પૃનીમાં ભદ્રાસને