________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૧૩
नेसप्पो अवि पंडुअ-पिंगल-सव्वरयणामया निहिणा । महपोम्म-कालया पुण, महकाला माणवा संखो ॥
નૈસપ, પાંડુક, પિંગલ, સર્વ રત્નમય, મહાપ, કાલ, મહાકાલ, માણવક અને શંખ એ નવ નિધિઓ છે.
તે સર્વ નિધિએ આઠ ચક્ર ઉપર રહેલા, ઊંચાઈમાં આઠ જન, નવ જન વિસ્તારવાળા, લંબાઈમાં બાર ચાજન, શૈડૂર્યમણિના કમાડથી બંધ કરેલ છે મુખ જેના, કાંચનમય, રત્ન ભરેલા, ચંદ્ર અને સૂર્યના ચિહ્નવાળા છે.
તે નિધિઓના નામથી તેના અધિષ્ઠાયક પલ્યોપમના આયુષ્યવાળા નાગકુમાર દેવે તેમાં નિવાસ કરનારા છે.
૧ ત્યાં નૈસર્ષનિધિમાંથી છાવણી, પુર–ગ્રામ- આકર- દ્રોણમુખ– મડંબ અને પાટણની સ્થાપના હોય છે.
૨ પાંડુક નિધિમાંથી માન-ઉન્માન–પ્રમાણુના સર્વ ગણિતની, ધાન્યની તથા બીજેની ઉત્પત્તિ થાય છે.
૩ પિંગલનિધિમાંથી મનુષ્ય–સ્ત્રી-હાથી અને ઘેડાએની સર્વ આભરણ વિધિ જણાય છે.
૪ સર્વરત્નમય નિધિમાં એકે દ્રિય સાત રત્ન અને ૧ જ્યાં જળ-સ્થળ વડે ગમન થાય તે નગરને દ્રોણમુબ કહેવાય. ૨ જ્યાં એક જન સુધી ગામ ન હોય તે સ્થાનને મંડપ કહેવાય.